Shantishram News, Diyodar, Gujarat.
કોરોનાની ત્રીજી વેવના ભણકારા વાગી રહ્યા છે.
કોરોનાના કેશો દિન-પ્રતિદીન વધી રહ્યા છે.
ત્યારે દીઓદર પંથકમાં બીજી વેવમાં અનેક લોકોએ ઓક્સિજન વગર જીવ ગુમાવી દીધા છે.
જેની આમચેતી વાપરી ગુજરાત સરકાર દ્વારા લાખો રૂા.ના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે.
દીઓદરમાં પણ પ્રજાજનોને ઉપયોગી થાય તે માટે દીઓદર તાલુકા પંચાયત દ્વારા ૪પ લાખના ખર્ચે અદ્યત્તન સુવિદ્યાઓ માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ શોભાના ગાંઠીયા સમાન છે.
આ ઓક્સિજન પ્લાન્ટ બન્યા બાદ કવોલીટી અને પ્રેસર નો તો શરૂથીજ પ્રોબ્લેમ છે. જેના કારણે એકપણ બાટલો ભરી શકાતો નથી.
પ્લાન્ટ બનતો હતો ત્યારે જીલ્લા વિકાસ અધિકારી નીરીક્ષણાર્થે આવેલ..
પરંતુ બન્યા પછી ચાલુ છે કે બંધ જોવાની તસ્દી કોણ લેશે ?
કે પછી બધું અધિકારીઓના હપ્તાના હડમાલામાં અટવાશે ?
શું ઓક્સિજ પ્લાન્ટ કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓને ઓક્સિજન પુરૂ પડવા માટે નિર્માણ કરાયું હશે શું? તે પ્રશ્ન ચર્ચાના એરણે છે. દીઓદર તાલુકાના વિકાસના રૂા.૪પ લાખ પાણીમાં ગયા કે શું ?
જો કોઈ જોવા વાળું જ નહીં હોય ?
અધિકારીઓ માત્ર ટકાવારી લઈ સંતોષ માનતા હશે ?
આખરે ભોગવવાનું પ્રજાનેજ..
શું ત્રીજી વેવ આવશે ત્યારે સરકાર દ્વારા અપાયેલ સુચનાઓનું પાલન થશે ?
કે પ્રજાને બાટલા લેવા ભટકવું પડશે ?
તાલુકા હેલ્થ ઓફીસર બ્રિજેશભાઈ વ્યાસ ને પૂછતાં જણાવેલ કે
અમોને આ ઓક્સિજન પ્લાટ માંથી આજ દિન સુધી એક લીટર પણ ઓક્સિજન આ પ્લાન્ટ થકી મળેલ નથી અને આ પ્લાટ બન્ધ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યુ છે. અમોએ આ બાબતે જિલ્લાના અધિકારીઓને ધ્યાન દોર્યુ છે
oxygen plant, Diyodar, Dist: Banaskantha, Health & Family Welfare Department, Government of Gujarat, Bhupendra Patel, banaskantha collector,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268