દીઓદર પંથકમાં શિયાળો જામ્યો ગાઢ ઘુમ્મસ છવાતા ખેડૂતો ચિંતાતુર:
દીઓદર પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ઘુમ્મસ છવાયું હતું સવારમાં વાતવરણ ધુંધળું બનીજવા પામેલ.
ચારબાજુ સફેદ ઘુમ્મસ છવાઈ જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ લોકો દિવસભર ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા.
ઘણાલોકોએ તાપણાં કરી, તેમજ ગરમ વસ્ત્રોનો સહારો મેળવી ઠંડીથી રક્ષણ મેળવેલ હતું.
સવારમાં વાહન ચાલકોએ પણ સામેથી આવતા વાહનો નજરે ન પડતાં લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી.
આમ એકાએક વાતવરણ બગડતાં ખેડુતોના જીવ પડીકે બંધાયા છે.
તેમજ જીરૂ, વરીયાળી જેવા પાકોમાં ખેડુતો નુકશાનીની ભીતી સેવી રહ્યા છે.