દીઓદર નગરે પૂજ્ય ડહેલાના સમુદાયના વડીલનાયક આદી ગુરૂ ભગવંતોનો પ્રવેશ:
દીઓદર જૈનસંઘના આંગણે ડહેલાના સમુદાયના વડીલ નાયક
પૂ.આ.શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા
પૂ.આ.શ્રી પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા.તથા
પૂ.આ.શ્રી મૃગલોચનાશ્રીજી મ.સા.તથા
પૂ.આ.શ્રી જ્યોતીપૂર્ણાશ્રીજી મ.સા.આદિઠાણાનો
આજરોજ ચૈત્રમાસની ઓળી આરાધના માટે સામૈયા સહ પ્રવેશ થયેલ.
બાદમાં પૂજ્યશ્રીના માંગલિક પ્રવચન બાદ
યોજાઈ રહેલ ચૈત્રમાસની ઓળીના લાભાર્થી
દોશી રસિલાબેન કિર્તીલાલ પરિવાર (ઈસરવા) તથા
સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવાર
(સરદારપુરા ર.) દ્વારા
સૌને ઓળી આરાધનામાં જાેડાવવા વિનંતી કરાયેલ
લાભાર્થી પરિવાર દ્વારા રૂા.૧૦ તથા કુલ રૂા.રપ/-નું સંઘ પૂજન કરવામાં આવેલ.
પૂજ્યશ્રીએ ઓળીનો મહિમા સમજાવેલ.
તેમજ મહામારી જેવી ઘાતક બિમારીઓ માંથી છુટવા આયંબિલ આરાધના જરૂરી છે.
ચૈત્ર સુદ-૭ થી પૂજ્યશ્રીની નિશ્રામાં ઓળી આરાધના દીઓદર ગામ પુરતી યોજાશે.