Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રનું વર્ષો અગાઉ બાંધકામ કરવામાં આવેલ. જે જીર્ણ થવા આવ્યું છે.
ઘણી વખત ધાબાનાં પોપડાં ખરવાના પ્રશ્નો બને છે.
આ બાબતે દીઓદરના ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાને રજુઆત થતાં તેઓએ સરકારમાં રજુઆત કરેલ. અને
સરકાર શ્રી દ્વારા તા.ર૩/૧ર/ર૦૧૮ના રોજ રૂા.૩.૭ર કરોડના ખર્ચે અદ્યત્તન હોસ્પીટલ બનાવવાની મંજુરી આપેલ.
પરંતુ ત્યારબાદ આ પ્રશ્ન અભરાઈએ ચડી જવા પામેલ.
એકાદ માસ પૂર્વે ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ ગાંધીનગર મધ્યે રાજ્યના આરોગ્યમંત્રી તેમજ સચીવકક્ષાએ રજુઆત કરતાં દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવીન રી-ટેન્ડરીંગ થઈ અંદાજે ૩.૯૦ કરોડના ખર્ચે અદ્યતન હોસ્પીટલ બનાવવાનું જાહેર થયેલ.
આ અંગે ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયાએ જણાવેલ કે ટુંક સમયમાં હોસ્પીટલનું બાંધકામ શરૂ થશે.જેનો લાભ દીઓદર પંથકની પ્રજા લઈ શકશે.
દીઓદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવેલ કે હેલ્થના ડે.ડાયરેક્ટરશ્રી ના આદેશ અન્વયે ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે.
જેથી સામહૂક આરોગ્યકેન્દ્રનો પાછળનો ભાગ હાલ ખાલી કરવામાં આવી રહ્યો છે.
આગળનો ભાગ ઓપીડી, ઓપરેશન આદિ હાલ ચાલુ રહેશે. બાદમાં તે પણ ખાલી કરાશે.
આમ દીઓદરમાં રૂા.૪ કરોડના ખર્ચે અદ્યત્તન હોસ્પીટલ ધારાસભ્યશ્રીના પ્રયાસોથી નિર્માણ પામશે.જે પ્રજામાટે આશીર્વાદ સમાન રહેશે.
CHC ( Community Health Centre ) Diyodar (Deodar), Banaskantha, Government OF Gujarat ,
Shivabhai Bhuriya, Congress MLA, Brijesh Vyas, Medical Officer
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268