Shantishram News, Diyodar, Gujarat.
સંતશ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ અને ઠાકોર સમાજ દીઓદર દ્વારા દિયોદર ઠાકોર બોર્ડીંગ ખાતે દીકરીઓ માટે ભવ્ય આધુનિક કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે.
આ કન્યા છાત્રાલયના નિર્માણમાં શિક્ષણરૂપી યજ્ઞમાં સૌ જાેડાય તે માટે સંતસદારામ કેળવણી ટ્રસ્ટ દ્વારા તા.ર૭/ર/ર૦રર ના રોજ દીઓદર ખાતે થી કન્યા કેળવણી રથનો પ્રારંભ ટોટાણા આશ્રમના મહંતશ્રી દાસબાપૂ તથા પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવામાં આવેલ. આ કન્યા કેળવણી રથ તાલુકાના ગામે ગામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. ઠાકોર સમાજ સહ અન્ય સમાજના લોકોપણ આ કન્યા કેળવણીના ઉત્તમકાર્યને આગળ ધપાવવા દાનનો ધોધ વહેવડાવેલ.
આ રથયાત્રા તા.૧૪ ના રોજ દિયોદર તાલુકાના મોજરૂ જુના ગામે પધારતાં કન્યા કેળવણી રથયાત્રાનું બાલીકાઓ દ્વારા સામૈયું કરવામાં આવેલ.જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ સહિત સમાજના આગેવાનો પાલડી થી મોજરૂ ૪ કિલોમીટર પગપાળા ચાલી રથ સાથે મોજરૂ પહોંચ્યા હતા. બાદમાં સ્વાગત સન્માન બાદ રથનું સમાપન કરવામાં આવેલ.
કેળવણી ટ્રસ્ટ દ્વારા આ કેળવણી રથ દરમ્યાન રૂા.૧૧ લાખથી વધુ દાન આપનાર વ્યક્તિનું કન્યા છાત્રાલય સાથે નામ જાેડવાની જાહેરાત કરેલ. જેમાં ચાર જેટલા ભાગ્યશાળીઓ જાેડાયેલ. જેમાં થી રૂા.ર લાખ જમા કરાવનાર દાનવીરો વચ્ચે ચડાવો બોલાવી મેઈન નામનો લાભ અપાશે.
કેળવણી રથમાં પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, પ્રમુખ નાગજીજી ઠાકોર, મંત્રી ભવાનજી ઠાકોર, એડવોકેટ ભરતભાઈ ઠાકોર, બળવંતજી ઠાકોર, મનુજી ઠાકોર, પ્રતાપજી ઠાકોર, અનુપજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ યુવાનો બહોળી સંખ્યામાં જાેડાયેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268