Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર લોહાણા વાડી ખાતે દીઓદર તાલુકાના સેવા-દુધ મંડળીઓના મંત્રીઓનો
ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી તથા
બનાસબેંક પાલનપુર દ્વારા પુર્વ આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ
ગ્રાહક સેમીનાર તા.૧૬/૮/ર૦ર૧ ના રોજ યોજાયેલ.
Gujarat Rajya Sahkari Bank, Banas Bank, Shankarbhai Chaudhari
સવારે પધારેલા સૌનું રજીસ્ટ્રેશન થયેલ. બાદમાં પધારેલા સૌને બનાસબેંકના ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલે આવકારેલ. અને બેંક દ્વારા ખેડુતોને અપાઈ રહેલ સેવાઓને ઉજાગર કરેલ.
બાદમાં પધારેલા સૌ મહેમાનોનું સન્માન દીઓદર બ્રાન્ચ પરિવાર દ્વારા કરવામાં આવેલ.
પધારેલા સૌને દીઓદર બનાસબેંક દીઓદર શાખાના સીનીયર ઈન્સપેક્ટર પેથાભાઈ દ્વારા આવકારવામાં આવેલ. Ishvarbhai patel
બાદમાં ગુજરાત બેંકની વિવિધ ખેતીલક્ષી સેવાઓની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવેલ. બાદમાં ગુજરાત બેંકના સુરેશભાઈ પટેલ, ગૌરવભાઈ જોષી તથા નિરવભાઈ જાનીએ ગુજરાત બેંક દ્વારા ખેડુતલક્ષી કરાયેલ કામગીરી નો પ્રકાશ પાડેલ અને ખેડુતો માટે સંચાલક મંડળ દ્વારા તેમના પ્રયાસોને યાદ કરાવેલ.
બનાસબેંકના પાલનપુરના લોન મેનેજર વિરજીભાઈ ચૌધરી, ડેવલોપમેન્ટ ઓફીસર વિશાલભાઈ જોષી, સચિનભાઈ મોઢ આદિએ જીલ્લાબેંક દ્વારા ખેડુતોને અપાયેલ સવલતો દર્શાવેલ તેમજ બેન્કીંગ ડેવલોપમેન્ટ વિશે માહિતી આપેલ.
અને જણાવેલ કે નેશનલ બેન્કોની હરોળમાં અત્યારે આપણી બેંકો ઉભી છે તે સૌ ખેડુતો તથા મંડળીના મંત્રીઓના સહકારને આભારી છે. જી.એસ.સી.બેંકની સેવા ગામડાના છેવાડાના માનવી સુધી ફળ મળી રહ્યા છે.
આજે બનાસબેંક ના ૧૦૦ થી ૧પ૦ કરોડનું ધિરાણ દીઓદર પંથકમાં ૦ ટકાના દરે ખેડુતોને કરી ખેડુતોની કેર લઈ રહી છે.
આ પ્રસંગે દીઓદર ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા, માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ તરક, જીલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ર્ડા.હસુભાઈ પટેલ, બ.કાં.શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, ર્ડા.દેવજીભાઈ પટેલ, ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, પરાગભાઈ જોષી, માર્કેટના પૂર્વ વા.ચેરમેન ભરતસિંહ વાઘેલા, તા.પં.પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, સાદુળભાઈ પટેલ, જી.કે.વાઘેલા, મનોહરસિંહ વાઘેલા, ખેંગારભાઈ રાજપુત, ચેલાભાઈ પટેલ, માનજીભાઈ જોષી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. Shivabhai Bhuriya, Ishwarbhai Tarak, Rameshbhai Chaudhari, Dr. Hasubhai Patel, Narshinhbhai Desai, Dr. Devjibhai Patel
બનાસબેંકના સીનીયર ઈન્સપેક્ટર પેથાભાઈ પટેલ ની રાહબરી હેઠળ દીઓદર બ્રાન્ચ મેનેજર એસ.આર.શાહ, જુ.ઈન્સપેક્ટરશ્રીઓ વાઘાભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ આદિએ સુંદર આયોજન કરેલ. યોજાયેલા ગ્રાહક સેમીનારમાં દીઓદર પંથકની દુધ-સેવા મંડળીના મંત્રીઓ તથા આગેવાનો સહિત ૩૦૦ જેટલા સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહી સેમીનારને સફળ બનાવેલ. પધારેલા સૌને સેનેટરાઈઝ કરી માસ્ક અર્પણ કરવામાં આવેલ. સેમીનાર બાદ સૌએ સાથે ભોજન લઈ છુટા પડેલ. પધારેલા સૌને બેગ અર્પણ કરવામાં આવેલ. Vanrajsinh Vaghela, Paragbhai Joshi, Bharatsinh Vaghela, Uttamsinh Vaghela,
Diyodar Banas Bank Dhudh Mandli, Banaskantha
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352