દીવાળીના તહેવારોમાં આમ જનતા સૌની સાથે મીઠાઈ આરોગી શકે તેવા શુભ આશય થી કોરોનાની મહામારીમાં સતત ત્રણ માસ સુધી બંન્ને ટાઈમ અવિરત રસોડુ ચલાવી ગરમા ગરમ ભોજન પીરસનાર માનવતા ગૃપ તથા
દીઓદર પ્રેસ કલબ દ્વારા પૂનમીયા હનુમાન મંદિર સમીપે મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે દીઓદર યુવા પ્રાંત અધિકારી મહેન્દ્રભાઈ દેસાઈ તથા મામલતદારશ્રી કે.કે.ઠાકોર, દીઓદરના યુવાસરપંચ ગીરીરાજસિંહજી વાઘેલા આદિએ ઉપસ્થિત રહી વિતરણ શુભારંભ કરાવેલ.
પ્રારંભમાં પધારેલા મહાનુભાવો ને શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ.
માનવતા ગૃપને ૬૦૦ જેટલા મીઠાઈના પેકેટો વિતરણ માટે આપનાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મંત્રી મુકેશભાઈ શીવાજી ઠાકોર (કોતરવાડા) નું બહુમાન કરવામાં આવેલ.
આ પ્રસંગે મહાનુભાવોએ દિવાળીના દિવસોમાં જરૂરીયાત મંદ પરિવારો સુધી મીઠાઈ પહોંચાડવાના માનવતા ગૃપના ભગીરથના પ્રયાસને બિરદાવી અભિનંદન આપેલ.
આ પ્રસંગે દીઓદર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીના ચેરમેન ભદ્રસિંહ રાઠોડ, બ.કાં.જીલ્લા શિક્ષકસંઘના ઉપ પ્રમુખ અમરતભાઈ ભાટી, ભા.વિ.પરિષદના જામાભાઈ પટેલ, સેવંતીભાઈ ઠક્કર, ભરતભાઈ ઠાકોર(એડવોકેટ), દીઓદર તલાટી પી.એન.ચૌધરી, નીપાબેન દેસાઈ, રોહિતભાઈ સોની, શીતલભાઈ ત્રિવેદી, અંબારામભાઈ જાેષી, પ્રદીપ શાહ, પ્રેસ કલબ દીઓદરના સદસ્યો આદિ ઉપસ્થિત રહેલ.
બાદમાં પ્રાંત અધિકારી એમ.કે.દેસાઈઆદિ મહાનુભાવોએ લીલીઝંડી બતાવી વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરાવેલ.
દીઓદરના સમગ્ર વિસ્તારને આવરી લેતી સુચારૂ વિતરણ વ્યવસ્થા કરવામાં આવેલ.