‘બાળકો જશે તો બાળક શોશ્યલ ડિસ્ટન્સ નહિ રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે. બાળકોને ખરેખરે સ્કૂલે ના જવું જોઈએ. એક વર્ષમાં બાળકનું કશું ના બગડે.’
બાળકો જશે તો બાળક શોશ્યલ ડિસ્ટન્સ નહિ રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે. બાળકોને ખરેખરે સ્કૂલે ના જવું જોઈએ. એક વર્ષમાં બાળકનું કશું ના બગડે. બાળકો સોશિયલ ડિસ્ટનશીંગ રાખી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત એએમએ દ્વારા દિવાળીના તહેવારને લઈને પણ વાત કરવામાં આવી હતી.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ફેમેલી ફિઝિશયન એસો. ડોકટર ઓન કોલની સુવિધા પુરી પાડશે.
છેલ્લા 2 વર્ષથી 700 જેટલા તબીબોએ આ સેવાનો લાભ લીધો. તહેવારોમાં તબીબો બહાર અથવા રજા પર હોય ત્યારે આ હેલ્પ લાઈન થકી દર્દીઓને મદદ મળશે. છેલ્લા 10 વર્ષથી આ સેવા ચાલવીએ છીએ.
એએમએ અમદાવાદના સેક્રેટરી ધીરેન મહેતાએ જણાવ્યું હતું કે, ટેલિફોનિક માર્ગદર્શન પણ અમે વિના મૂલ્યે આપીએ છીએ. અમદાવાદમાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે.