Shantishram News, Diyodar, Gujarat.
- બનાસડેરી, પાલનપુરમાં નવનિર્મિત આધુનિક અને અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબ (પેથોજિન) નું ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા નિયામક મંડળની ઉપસ્થિતિમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
- ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરુ થતા દિઓદર ખાતે ભારત વિકાસ પરિષદ તેમજ લાયન્સ ક્લબ ના પ્રમુખ જામાભાઈ પટેલ, અંબારામભાઈ જોષી તેમજ અમરતભાઈ ભાટી તેમજ શૈલેષભાઈ ઠક્કર તેમજ ડાયાભાઇ પટેલ તેમજ શાળાના આચાર્ય ભગવાન ભાઈ ચૌધરી અને પરિવારના તમામ સભ્યો હાજર રહી શુભેચ્છા પાઠવી. આદર્શ હાઈસ્કૂલ દિયોદર તેમજ વી.કે.વાઘેલા માં આશરે ધોરણ 10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષામાં ૧૨૦૦ બાળકોને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી
- ગુજરાત મધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષાનો શુભારંભ થતાં કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજભાઈ શાહ, આચાર્ય સ્થળ સંચાલક હિમાંશુ ભાઈ શાહ, એ.એસ.વાલાણી, યશપાલસિંહ ટી વાઘેલા, જે.એલ. સોનારાએ શ્રી ઓગડ વિદ્યામંદિરમાં પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી મીઠું મૉ કરાવી શુભકામના પાઠવી.
- વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ યોજાશે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર કલેકટર કચેરી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવની વ્યવસ્થા માટે ૧૪ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં આરોગ્ય સમિતિ, ઇમરજન્સી સારવાર સમિતિ, ઇમરજન્સી રીસ્પોન્સ, સ્વચ્છતા સમિતિ, રસ્તા મરામત સમિતિ, પાણી પુરવઠા સમિતિનો સમાવેશ થાય છે.
- બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો અને અમૃત આહાર મહોત્સવ યોજાયો હતો. સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા આદી મહાનુભાવોએ અમૃત આહાર મહોત્સવ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઇ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી મહેશભાઇ પ્રજાપતિ, શ્રી પી. કે. પટેલ, શ્રી જે.બી.સુથાર, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રી એચ. જે. જિન્દાલ, અગ્રણીઓ સર્વશ્રી જીગરભાઇ દેસાઇ, શ્રી ભીખાભાઇ ભુટકા સહિત પ્રગતિશીલ ખેડુતો, કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ખેડુત ભાઇ– બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
- બનાસકાંઠા જિલ્લામાં શાંત માહોલમાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુર ખાતે વિદ્યામંદિર કેમ્પસમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ વિદ્યાર્થીઓને આવકારી, મોં મીઠુ કરાવી, ગુલાબનું ફૂલ આપીને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર વિદ્યામંદિર કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના સ્વાગત અને શુભેચ્છા આપવાના પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, શ્રી નૈનેશભાઇ દવે, શાળાના આચાર્યશ્રી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ-૧૦ માં ૫૩,૯૬૯ વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૬,૨૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
- ભારત સરકાર દ્વારા મીની ભારતમાલા અંતર્ગત બનાસકાંઠા જીલ્લાના થરાદ થી અમદાવાદ સુધીનો ફોરલેન રાષ્ટ્રીયરાજમાર્ગ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. જે માર્ગમાં દીઓદર પંથકના અનેક ગામોના ખેડુતોના ખેતરો, ટ્યુબવેલ મકાનો આવી રહ્યા છે. આના વિરોધમાં આજરોજ આ પંથકના ખેડુતોએ ખેડુત અગ્રણી પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ આજરોજ આ પંથકના ખેડુતોએ દીઓદર મામલતદાર કચરી ખાતે પ્રાંત અધિકારીશ્રી મહેન્દ્રભાઈ દેસાઈ ને આવેદનપત્ર આપેલ. અને રામધુન બોલાવેલ. પ્રાંત અધિકારીએ જણાવેલ કે વ્યાજબી વળતર નો અધિકાર છે. ખેડુતોને વ્યાજબી વળતર મળશે. લોકોએ ખેડુતોને સાચી માહિતી આપવી જોઈએ.
- દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર હેઠળ તાલુકા કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શિવ સ્ટેડિયમ દેલવાડા ખાતે કરવામાં આવ્યું. જેમા કુલ 11 ટીમોએ ભાગ લીધો. ફાઇનલ મેચ વાતમ અને કોતરવાડા વચ્ચે યોજાઇ ગઇ. જેમા કોતરવાડા ટીમ ચેમ્પિયન બની. ફાઇનલ મેચ 200 થી વધારે શિક્ષક મિત્રોએ નિહાળી. ફાઇનલ મેચમાં દાતાશ્રી સોમાલાલ ઉપાધ્યાય ,ભદ્રસિહ રાઠોડ, કરશનભાઇ પઢાર, અમરતભાઈ ભાટી, પોપટજી ઠાકોર, મનીષભાઈ ઠક્કર( હેપ્પી મોલ ) , દેલવાડા સરપંચ આર.કે.જોષીને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર આયોજનને સફળ બનાવવામાં અમરતભાઈ કે જોષી સહિત શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવેલ
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268