Shantishram News, Diyodar, Gujarat.
દિયોદર પાંજરા પોળના બે પાડાઓની ચોરી..
ગણતરીના કલાકોમાં પાડાઓને શોધી આરોપી પકડી પાડતી દિયોદર પોલીસ…
દિયોદર પો.સ્ટેના દીઓદર જૈન સંઘ સંચાલિત
દિયોદર ખોડા ઢોર પાંજરાપોળમાંથી અજાણ્યા ચોર ઇસમોએ બે મોટા પાડા ચોરી કરી લઈ ગયેલ
જે મુજબની ફરીયાદ દિયોદર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૨૦૦૪૫/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો જાહેર થયેલ અને
સદર બે પાડાઓની ચોરી બાબતે આજરોજ પો.સબ.ઇન્સ એચ.પી.દેસાઇ દિયોદર પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ તથા સીધી દેખરેખ હેઠળ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નો શરૂ કરતા
દિયોદર પો.સ્ટેશનના અ.પો.કો નાનજીભાઇ ઉકાભાઇ તથા અ.પો.કો જાલાજી દિવાનજી નાઓને મળેલ બાતમી હકિકત આધારે
પો.સબ.ઇન્સ એચ.પી.દેસાઇ દિયોદર પો.સ્ટેશન તથા અ.હે.કો.વસંતીબેન ગજુજી તથા અ.પો.કો અનુપભાઇ રામચંદ્રજી તથા અ.પો.કો. ભાણજીભાઈ અણદા ભાઈ દીયોદર આદીએ ચોરીમાં ગયેલ બન્ને પાડાઓને ગણતરીના કલાકોમાં શોધી લઈ
આરોપી વિનોદભાઇ ધારશીભાઇ ઠાકોર રહે.બિયોકપુરા તા.દિયોદર વાળાને ઝડપી લીધેલ અને સદર આરોપીની પુછપરછ કરતા
તેણે તથા ભરતભાઈ હીરાભાઈ ઠાકોર રહે. જલોઢા તા.દીયોદર તથા અલ્પેશભાઈ સુંડાભાઈ ઠાકોર રહે.ભાભર નેસડા વાળાઓએ મોજ શોખ કરવા માટે આર્થિક ફાયદા સારૂ
પાંજરાપોળમાં જઈ પાડાઓ ચોરી વેચી આર્થિક કમાણી કરવા માટે પાડાઓ ચોરેલ હોવાનુ જણાવેલ અને બાકીના આરોપીઓ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની વધુ તપાસ દિયોદર પોલીસે હાથ ધરેલ.
બાદમાં દિયોદર પોલીસ ની સરાહનીય કામગીરી બદલ દીઓદર જૈન સંઘના સદસ્યો તેમજ ગૌ પ્રેમીઓ પોલીસ મથક ખાતે આવી
દિયોદર પી એસ આઈ એચ પી દેસાઈ ને કુમકુમ તિલક કરી ગૌમાતા ની પ્રતિમા ભેટ આપી સન્માનિત કર્યા હતા.
તેમજ સહયોગ આપનાર તમામ પોલીસ કર્મીઓનુ બહુમાન કરી તેમને બિરદાવવા માં આવેલ.
આ પ્રસંગે દીઓદર જૈન સંઘના પ્રમુખ રમણીકલાલ શાહ, પાંજરાપોળના ટ્રસ્ટી જયંતિભાઇ દોશી,
અશોકભાઇ શેઠ, સી.કે.શાહ,
પ્રદીપ શાહ, મેનેજર શૈલેષભાઇ શાહ, છોટુભાઈ મકવાણા, આદી ઉપસ્થિત રહેલા.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268