Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકાના સરદારપુરા રવેલ ગામે મા ચેહરના ધામે શ્રી મોમાઈ માતાજી, ચેહર માતાજી તથા ગોગ મહારાજ, સધી માતાજી, વીર મહારાજ, રામબાઈ માં, હેરૂમા આદિની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહ નવકુંડી યજ્ઞ તારીખ ર મે થી તારીખ ૪ મે સુધી યોજાઈ ગયો.
સરદારપુરા રવેલ ના સમસ્ત સોળંચી પરિવાર દ્વારા આયોજીત આ મહામહોત્સવ વૈશાખ સુદ બીજ તારીખ રમે ના રોજ વિવિધ વિધાન સહ પ્રારંભ થયેલ.
તારીખ ૩ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળેલ જે સરદારપુરા ગામની પ્રદક્ષીણા કરેલ સૌએ દર્શન વંદનનો લાભ લીધેલ. વિવિધ લાભાર્થી પરિવારો બગી, હાથી, ટ્રેક્ટરમાં સવાર થયેલ. સરદારપુરના નવયુવાનોની મહેનત સારી હતી. બાદમાં પધારેલ સૌ ભુવાજીઓનું સોળંચી પરિવાર સ્વાગત સમિતિ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી બહુમાન કરાયેલ.
બાદમાં સૌએ ભોજનપ્રસાદનો લાભ લીધેલ. રાત્રે ગીતાબેન રબારી તથા સહ કલાકારોએ લોક ડાયરામાં રમઝટ જમાવી સૌને ભક્તિમય બનાવેલ.
તારીખ ૪ના રોજ શુભમુહુર્તે શાસ્ત્રી હિતેશભાઈએ વિધિ વિધાન કરાવેલ. શ્રી ચેહરમાતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેસાઈ અમરતભાઈ માણકાભાઈ પરિવારે કરાવેલ. તેમજ અન્ય દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા થયેલ. જેને સૌએ હર્ષનાદ સાથે વધાવી લીધેલ.
કાયમી ધજાદંડના લાભાર્થી દેસાઈ માણકાભાઈ ગેલાભાઈ પરિવારે ધ્વજારોહણ કરેલ. મૂર્તિ પ્રતિષ્ઠા થયા બાદ સૌ પ્રથમ આરતી કરવાનો લાભ લેનાર માળી વજાજી અચળાજી પરિવાર તથા ભુદરભાઈ કેશાભાઈ પરિવારે આરતી કરેલ.
આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવના મુખ્ય યજમાન તરીકેનો લાભ દેસાઈ માણકાભાઈ ગેલાભાઈ પરિવારે લીધેલ.
તેમજ યજમાન તરીકેનો લાભ
દેસાઈ કનુભાઈ મોતીભાઈ (મંત્રી), ભુવાજી દેસાઈ કરમશીભાઈ જોરાભાઈ, દેસાઈ લલ્લુભાઈ લીલાભાઈ, દેસાઈ વિરાભાઈ માણકાભાઈ, દેસાઈ હરજીભાઈ ચેહરાભાઈ,
દેસાઈ વશરામભાઈ જીવણભાઈ, ભાપડીયા શંકરભાઈ ગોરધનભાઈ, માળી હિરાભાઈ હરદાસભાઈ પરિવારે લીધેલ.
આ પ્રસંગે દીઓદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ,
પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહજી વાઘેલા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ર્ડા.હસુભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ પટેલ, મુકેશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, ચીફ ઓફીસર પાંચાભાઈ માળી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
આ મહા મહોત્સવને સફળ બનાવવા સોળંચી પરિવાર તથા સરદારપુરા રવેલ ગામના વડીલો, યુવાનો, જહેમત ઉઠાવેલ.
આ પ્રસંગે અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહેલ તેમજ વિવિધ પંથકમાંથી ભુવાજીઓ પધારેલ જેમનું બહુમાન કરવામાં આવેલ.
ત્રણે દિવસ ભોજન પ્રસાદનું સુંદર આયોજન થયેલ. ગામને સોળે શણગારમાં આવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268