દાહોદ રેલવે કારખાનાની રેલ્વે કેન્ટીનમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના સમર્થિત ઉમેદવારોઍ ઐતિહાસિક જીત મેળવી રોલિંગ સ્ટોક કારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના પ્રતિનિધિની ચૂંટણી માટે દાહોદ રેલવે કારખાના ના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ચૂંટણી માટે નામાંકન ભરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઇન્ડિયા એસટી/એસી એમ્પ્લોઇઝ એસોસિયેશન દાહોદ બ્રાન્ચના સમર્થન દ્વારા ઉભા રહેલા બે ઉમેદવારો ભવ્ય વોટ સાથે ઐતિહાસિક વિજેતા બન્યા હતા. વિજેતા બનેલા બંને ઉમેદવારોને કર્મચારીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને ડીજેના તાલે વાજતે ગાજતે વરઘોડો કાઢી એસોસીએશનની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. રોલિંગ સ્ટોક કારખાના દાહોદ માં ફરજ બજાવતા કર્મચારીઓ માટે રાહત દરે ચા નાસ્તા અને ભોજનની વ્યવસ્થા રેલવે કેન્ટીન દ્વારા કરવામાં આવતી હોય છે. રોલિંગ સ્ટોપ કારખાના દાહોદની રેલવે કેન્ટીન સમિતિના પ્રતિનિધિની ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું હતું જેથી રેલવે કારખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓ માંથી વિવિધ ઉમેદવારોએ રેલ્વે કેન્ટીન સમિતિના પ્રતિનિધિઓ માટે ઉમેદવારી નોંધાવી હતી. ઇલેક્શન માટે નામાંકન ભરેલ ઉમેદવારોની રેલ્વે કારખાના મુકામે ચૂંટણી યોજાઈ હતી. આ યોજાયેલી ચૂંટણીની મતગણતરી દરમિયાન ઓલ ઇન્ડિયા એસ.ટી – એસ.સી એમ્પ્લોઇઝ યુનિયનના દાહોદ બ્રાન્ચ સમર્થિત ઉમેદવાર જગદીશભાઈ ભૂરાએ ૮૨૮ વોટ મેળવ્યા હતા જ્યારે ડામોર કમલેશકુમાર નવલભાઇ એ ૭૬૦ વોટ મેળવી જવલંત વિજય હાંસલ કર્યો હતો વિજય બનેલા બંને ઉમેદવારોને આદિવાસી પરંપરાગત રીતે પુષ્પમાળા પહેરાવવી, પાઘડી અને જુલડી પહેરાવી ઢોલ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમજ વિજય બનેલ બન્ને ઉમેદવારોનો આદિવાસી પરિવારની દાહોદ ડી.સી.સી. ટીમ દ્વારા પાઘડી અને ઝુલડી પહેરાવીને સન્માન કર્યું હતું ડીજે ના તાલે રેલવે કર્મચારીઓ રેલીમાં જુમ્યા હતા. વિજેતા ઉમેદવાર કમલેશ ડામોર અને જગદીશ ભૂરા તેમજ ઓલ ઇન્ડિયા એસ ટી એમ્પ્લોઇઝ યુનિયનના દાહોદ બ્રાન્ચના પ્રમુખ વાલાભાઇ નલવાયા તેમજ સેક્રેટરી પ્રતાપસિંહ બી પરમાર દ્વારા તમામ રેલવે કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઢોલ અને ડીજેના તાલે રેલ્વે કારખાના મુખ્ય ગેટ થી નીકળી વરઘોડો રેલ્વે કેન્ટીન થઈ સાત રસ્તા મુકામે આવેલ એસ.ટી એસ.સી એસોસિએશનને ના ઓફિસે પહોંચ્યા હતા
Trending
- મણિપુરમાં ગામડાના સ્વયંસેવકોની ધરપકડ સામે મહિલાઓનો વિરોધ, પરિસ્થિતિ તંગ
- હોળીને છપરીઓનો તહેવાર કહેવા બદલ ફરાહ ખાનને ભારે કિંમત ચૂકવવી પડી, બિગ બોસ 13 ના સ્પર્ધકે કેસ દાખલ કર્યો
- કતાર ઓપન ટેનિસમાં મોટો અપસેટ, કાર્લોસ અલ્કારાઝનો જીરી લેહેકા સામે પરાજય
- કાશ પટેલ કોણ છે? FBI ડિરેક્ટરે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
- યુપી બોર્ડે પ્રયાગરાજમાં 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી, હવે આવતા મહિને પરીક્ષા યોજાશે
- કચ્છમાં ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત અનેક ઘાયલ
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.