પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વાન મુજબ દાહોદ જિલ્લામાં ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જેમા ખેતીવાડી, બાગાયત, પશુપાલન, કેવીકે અને આત્મા યોજના હેઠળ ફરજ બજાવતા તમામ અધિકારીશ્રીઓને કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં ગામ દીઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટે કરવાની થતી કામગીરી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને વેચાણ વ્યવસ્થા, સારા ભાવ મળી રહે તે માટે ખાસ પ્રયત્નો કરવા, તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહન અને રાસાયાણીક ખેતી કરતા ખેડુતો કરતા વધુ ભાવ મળે તે હેતુથી વેચાણ વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરાયું હતું.
બેઠકમાં ઉપસ્થિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોનુ સન્માન કરવામા આવ્યું હતું. તેમજ હવેથી મહિનાના પ્રથમ શનિવારે પ્રાકૃતિક ખેતીની બેઠક યોજી કામગીરીમાં વેગ આપવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પણ ઉપસ્થિત રાખવા જણાવાયું હતું.