દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના ચાંદલા ગામ ખાતે કોંગ્રેસ પાર્ટીના 133 વિધાનસભા ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા અને ગુજરાત રાજ્ય મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમરની અધ્યક્ષતામાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલા સંમેલનમાં ગરબાડા તાલુકા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત હર્ષદભાઈ નીનામા પ્રભાબેન તાવિયાડ અને દાહોદ જિલ્લા મહિલા સમિતિ પ્રમુખ રૂપાલી બેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પરંપરાગત રીતે આદિવાસીને આગવી ઓળખ એવું હાથ પહેરવાનું ભર્યું. તેમજ ચંદ્રિકાબેને આ હાથ ગુજરાત અધ્યક્ષ જેનીબેન ઠુંમરને પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું. તેમજ દિન પ્રતિ દિન વધતી મોંધવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હોવાથી મોંઘવારી સામે વિરોધ દર્શાવી આદિવાસીઓના સાથે હાથ મિલાવીને વિરોધ પ્રગટ કર્યો હતો. આ મહિલા સંમેલન કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના આસપાસના ગામડાની મહિલા મોટી સંખ્યામાં જોડાઇ હતી.આ મહિલા સંમેલનમાં ખાસ કરીને આદિવાસી મહિલાઓના વિકાસ, સતત વધતી જતી મોંધવારી તેમજ આવનાર વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને યોજવામાં આવ્યું હતું. હાલ દરેક પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીના અનુક્રમે પૂરજોશથી તૈયારી શરૂ કરી દીધી છે. દરેક પક્ષના ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં અનેક કાર્યક્રમો અને સંમેલનો યોજીને પોતાના પક્ષની જીત માટે કવાયત હાથ ધરી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો