હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાત વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાહોદ જિલામાં ધાનપુર દાહોદ ગરબાડા સિંગવડ સંજેલી ઝાલોદ ફતેપુરા દેવગઢ બારીયા લીમખેડા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો માં ચિતા માં થી મુક્ત થયા છે દાહોદ માં બે દિવસ પહેલાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ત્યાર બાદ વરસાદ નોંધાયો નથી. ત્યારે આજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે ધાનપુર દેવગઢ બારિયા પંથકમાં સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.દાહોદ શહેરમાં મોડીસાંજે થી વરસાદી માહોલ સર્જાયા બાદ ધીમી ધારે ઠંડા પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થવા પામ્યો હતો. થોડા સમય માટે વરસેલા મુશળધાર ઝાપટાંને લઇ શહેરના રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરીજનોએ ગરમીમાંથી થોડા અંશે રાહત અનુભવી હતી તેમજ બે દિવસથી પડી રહેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. દાહોદ શહેર સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેરમાં મોદી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી, જેમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
Trending
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે
- અમેરિકામાં TikTok પર પ્રતિબંધ, પ્લે સ્ટોર પરથી પણ એપ દૂર કરાઈ
- આંતરરાષ્ટ્રીય શૂટર મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું