દાહોદના બસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ મંદિર દ્રારા વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શરૂઆત કરાઈ
પ્રમુખ સ્વામીના શતાબ્દી ઉપક્રમે દાહોદ શહેરમાં દાહોદના સ્વામિનારાયણ મંદિર દ્રારા 10મી મે ના રોજથી વિરાટ વ્યસન મુક્તિ માટેનું અભિયાન ચલાવાયું હતું જેમાં પાંચ ગ્રૂપો દ્રારા 25 થી વધુ બાળકો તેમજ કેટલાક કાર્યકર્તાઓ દ્રારા વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાઈને દાહોદના જન અલગ અલગ વિસ્તારોમાં જાગરૂકતા માટે વ્યસન મુક્તિ અભિયાન ચલવાયું હતું જેમાં દાહોદના અનાજ માર્કેટ દાહોદ નગર પાલિકા તેમજ દાહોદના બસ સ્ટૅશન ખાતે જેવા જાહેર માર્ગો ઉપર લોકોને જોડી વ્યસન મુક્તિ માટેની શપથ લેવડાવી હતી જેમાં 1200 થી વધારે લોકોએ આ અભિયાન માં જોડાઈને વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો અને સ્વામિનારાયણ મંદિર દ્રારા 2500 થી વધારે લોકોને જોડવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને આ અંતર્ગત 31મી મે ના રોજ ટોબેકો દિવસ ની ઉજવણી દરમિયાન આખા દાહોદની અંદર 31મી. મે ના રોજ વિશાલ વ્યસન મુક્તિ માટેની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુને વધુ લોકો આ સંકલ્પ રેલીમાં જોડાઈને વ્યસન મુક્તિ ના સૂત્રને સાર્થક કરી શકે છે