દાહોદ જિલ્લાના ગુલતોરા પ્રાથમિક શાળાના શિક્ષક નૈમેશ ચૌધરીએ પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસની સાથે સાથે શાળામાં ભજન ધૂન અને ઉદઘોષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં ડાયરામાં રાસગરબા,સંતવાણીના, કાર્યક્રમો આલ્બમો રમઝટ જમાવતા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલતોરા પગાર કેન્દ્રમાં નૈમેશભાઇ ચૌધરી મૂળ માણસા તાલુકાના આનંદપુરી વેડ ગામના વતની છે. તેઓને નાનપણથી જ સંગીતનો શોખ છે હાલ ગુલતોરા પગાર કેન્દ્રમાં બાળકોને અભ્યાસની સાથે સાથે ભજન ધૂન અને ઉદઘોષક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે-સાથે તેઓ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિસ્તારોમાં રાસ ગરબા ડાયરો અને ભજન ઉપરાંત લગ્નપ્રસંગ બેવફાઈનાં ગીતો આલ્બમ જન્મદિવસની શુભેચ્છાઓના કાર્યક્રમો પણ ગાવાની સરસ શૈલીમાં કાર્યક્રમ યોજાશે. ત્યારે તાજેતરમાં ચારાડા ગામ ખાતે ગોગા મહારાજના અગિયાર કુંડી મહાયજ્ઞામા ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી અને દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત સામાજિક આગેવાનો હરિશભાઈ ચૌધરી અને કાશવા ગોગા મહારાજ મંદિરના ભુવાજી રાજા ભગત ની ઉપસ્થિતિમાં દૂધસાગર ડેરીના ચેરમેન શાલ ઓઢાડી અને નૈમેશ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું.
Trending
- પ્રયાગરાજ મહાકુંભમાં ન્યાયિક તપાસ પંચ પહોંચ્યું, મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડનું સત્ય જાણશે
- તેલંગાણા ટનલ અકસ્માત પર મંત્રીએ ખરાબ સમાચાર આપ્યા, અંદરથી કોઈ અવાજ નથી આવતો
- 32 ધારાસભ્યો AAP છોડવા માંગે છે, કોંગ્રેસના દાવાથી પંજાબમાં હંગામો મચ્યો
- આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પરની ફિલ્મ છે, પાત્ર ભજવવા પર તેણે આ વાત કહી
- ભારત સામે હાર્યા પછી પણ પાકિસ્તાન સેમિફાઇનલની દોડમાં, હવે બાંગ્લાદેશનો સહારો
- શું જર્મનીની સત્તા ફ્રેડરિક મર્ટ્ઝના હાથમાં હશે? ચાન્સેલર બનવાનો માર્ગ લગભગ નિશ્ચિત થયો
- ભારત ગઠબંધનના આ મોટા નેતાઓ પણ મન કી બાતનો ભાગ બનશે, પીએમ મોદીએ તેમને નોમિનેટ કર્યા
- લીંબડી-રાજકોટ હાઇવે પર ડમ્પર અને મીની ટ્રાવેલર વચ્ચે અકસ્માત, 5 ના મોત, 10 થી વધુ ઘાયલ