ડીસીપીએ નિકોલના બે પોલીસ કોન્સટેબલને બુટલેગરને ત્યાં દારૂની રેડ કરી વહીવટ કરી લેવા મામલે ચાલતી તપાસને અંતે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. 16 પેટી દારૂ પકડાયો પરંતુ માત્ર એક પેટીનો કેસ કરાયાની વાતનો ભાંડો ફૂટી જતા તેમની સામે પગલાં લેવાયાં છે.
પોલીસે બુટલેગરને ત્યાં રેડ કરી ત્યારબાદ માત્ર એક જ પેટી દારૂ પકડી એક આરોપીની ધરપકડ પોલીસચોપડે બતાવી હતી. જો કે બુટલેગરની હિસ્ટ્રી જોતા તે દારૂનો જથ્થો મોટી માત્રામાં મંગાવી ધંધો કરવાની ટેવ ધરાવતો હોવાની માહિતી મળતા પોલીસ અધિકારીઓને આ રેડ બાબતે શંકા ઉપજી હતી. આ ગંભીરતાથી લઈની ડીસીપી અચલ ત્યાગીએ એસીપી કક્ષાના અધિકારીને તપાસનો હુકમ કર્યો હતો.
નિકોલના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ ઘનશ્યામસિંહ તથા રઘુવીરસિંહ મોકમસિંહને 1 એપ્રિલે બાતમી મળી હતી કે, ભુવાલડી ગામમાં જોરાના ટેકરા પાસે રહેતા બુટલેગર કનૈયાલાલ ઉર્ફે કનુભાઇ ઇશ્વરભાઇ બારૈયાના પાસે દારૂ છે. બાતમીને પગલે પોલીસે ત્યાં રેડ કરી 6 હજારની કિંમતનો 1 પેટી દારૂનો કેસ કર્યો હતો અને આરોપીને ઝડપી લીધો હતો. બીજી તરફ આરોપી પાસે 16 પેટી દારૂ હોવા છતાં એક પેટી દારૂનો કેસ કર્યો હતો. આ મામલે ડીસીપી અચલ ત્યાગી (ઝોન-5)એ તપાસ શરૂ કરાવી હતી. આ મામલે એચ ડિવિઝન એસીપીને ઇન્કવાયરી સોંપાઈ હતી, જેમાં ત્યારબાદ ખરેખર પોલીસે 16 પેટી દારૂ હોવા છતાં એક પેટીનો કેસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટ મળતા ડીસીપી અચલ ત્યાગીએ પ્રકાશસિંહ, રઘુવીરસિંહને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
વધુ વાંચો.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે બેડરૂમ સિક્રેટ ઉજાગર કર્યું
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268