તા. 24 અને 25 સપ્ટેમ્બરે લેવાશે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વિવિધ પરીક્ષાઓ 13મી ઓગસ્ટ સુધી અરજી પત્રો ભરી શકાશે સૌરાષ્ટ્ર-કચ્છના 600થી વધુ સેન્ટરમાં બાળપોથીથી વિનીત સુધીની પરીક્ષા લેવાનું આયોજન ઘડવામાં આવ્યું સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાથી હિન્દી બાલપોથી, પહેલી, દુસરી અને તિસરી તેમજ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી હિન્દી વિનીતની પરીક્ષાઓ આગામી તા. 24 અને 25 સપ્ટેમ્બર અનુક્રમે, શનિવાર તથા રવિવારે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં લેવામાં આવશે. શાળાઓ માટે આ પરીક્ષાઓના અરજીપત્ર ભરવાની અંતિમ તા. 13મી ઓગસ્ટ રહેશે. બાળકોમાં ભાષાશુદ્ધિ વ્યાકરણ જોડણી વગેરેનું જ્ઞાન વધે તેમ જ રાષ્ટ્ર ભાષા પ્રત્યેની અભિરૂચિ કેળવવીએ મુખ્ય હેતુથી લેવાથી આ પરીક્ષા સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ 600થી વધુ કેન્દ્રોમાં લેવામાં આવે છે. સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રીએ જણાવ્યું છે કે કેટલાક ગામો તથા શિક્ષણ સંસ્થાઓમાં હજી આ પરીક્ષા લેવાતી નથી.આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાના પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઈચ્છુક છે. જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા ઈચ્છે તો તેઓએ શાળાના આચાર્યના ભલામણ સાથે મંત્રી, સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીય શાળા પ્રાંગણ રાજકોટ સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ટેલિફોન નંબર 0281-2466227 અથવા મોબાઇલ નંબર 9428251731નો સંપર્ક કરવો.કાર્યાલયમાં ચાલતા પેટા હિન્દી કેન્દ્ર ખાતે અરજી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11મી જુલાઇ છે પરીક્ષાઓને લગતી અન્ય વિગતો, પાઠ્યપુસ્તક યાદી અને અભ્યાસક્રમ વિગેરે બાબતોની માહિતી માટે રાજકોટ સ્થિત કાર્યાલયનો સંપર્ક કરવો.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું