તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ખુલ્લી ગટર અને તૂટેલા રસ્તાઓને કારણે દર્દીઓ મચ્છરના ત્રાસથી રાત્રે સુઈ પણ શકતા નથી અને આ સમસ્યાઓ દૂર કરવા માટે હોસ્પિટલનું તંત્ર અને પીઆઈયુ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ પ્રશ્ને તાકીદે પગલા ભરવામાં ન આવે તો દર્દીઓ અને તેના સગાઓએ આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. હોસ્પિટલની ખુલ્લી ગટરો અને તૂટેલા રસ્તાના પ્રશ્ને હોસ્પિટલના તંત્રવાહકોએ જણાવ્યું છે કે આ અંગેનું કામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઈયુ દ્વારા કરવાનુ હોય છે. રસ્તા માટે પહેલી તારીખથી જ જગ્યા ખાલી કરી આપવામાં આવી છે. પણ 17 દિવસમાં બાદ પણ પરિસ્થિતમાં ફેર નહીં પડતા ચોમાસામાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. બીજીબાજુ PIU તંત્ર હોસ્પિટલ દ્વારા પુરતો સહકાર નહીં અપાતો હોવાની ફરિયાદ કરી રહ્યું છે. બે તંત્ર વચ્ચેના ઝઘડતી વચ્ચે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે દર્દીઓએ ઉહાપોહ મચાવતા રસોડાની તૂટેલા પાઈપ રિપેરીંગ કરવા હાથ ધરાયું છે.
Trending
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર