વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના આઠ વર્ષ પૂર્ણ થતા, વડાપ્રધાનશ્રીના નામ સાથે જોડાયેલી કેન્દ્ર સરકારની ૧૩ જેટલી પ્રજા કલ્યાણની યોજનાઓના લાભો સહિત વંચિતો, ગરીબોના કલ્યાણના સંકલ્પ સાથે યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનનુ આયોજન કરાયુ છે તેમ જણાવતા, ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, સામાન્ય માનવીઓને સ્પર્શતી આ યોજનાઓથી જરૂરિયાતમંદ લાભાર્થીઓના જીવન ધોરણમા આમૂલ પરિવર્તન આવ્યુ છે તેમ જણાવ્યુ હતુ.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પ્રજાજનોને અપાતા મફત અન્ન વિતરણની વિગતો આપતા, અન્ન પુરવઠા વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, શૌચાલય જેવી માનવિય સંવેદના સાથે જોડાયેલી યોજનાઓ પાછળની ભાવનાને, સાચા અર્થમા સમજીને પ્રજાજનોએ પોતાનુ જીવન ધોરણ બદલવાની દિશામા પ્રયાસ કરવો જોઈએ તેમ જણાવ્યુ હતુ.મંત્રીશ્રીએ પ્રજાજનોને સમય સાથે બદલાવને સ્વીકારી પોતાની સંસ્કૃતિ, અને પરંપરાના જતન સંવર્ધન સાથે વિકાસને પણ અપનાવવો પડશે તેમ જણાવ્યુ હતુ. ભૂતકાળમા માર્ગો, વીજળી, પાણીની સ્થિતિનો ચિતાર આપતા મંત્રીશ્રીએ ખાસ કરીને માર્ગ વિકાસ માટે રાજ્યભરમા માર્ગોનુ સુગ્રથિત નેટવર્ક ઉભુ કરીને, ભાવિનો વિચાર કરીને યોજનાઓનુ અમલીકરણ થઈ રહ્યુ છે તેમ જણાવ્યુ હતુ.આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડની ઉપયોગીતા, અને જરૂરિયાતનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ, કોરોના કાળથી શરૂ કરીને અત્યાર સુધી, દેશના પ્રજાજનોને વિનામૂલ્યે અનાજ આપવાનુ ભગીરથ કાર્ય ભારત સરકાર કરી રહી છે તેમ જણાવ્યું હતુ. કોરોના વેકસીનની સ્વદેશી શોધ કરીને ભારતે તેની સર્વોપરિતા સિદ્ધ કરી છે તેમ જણાવી પ્રભારી મંત્રીશ્રીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની દ્રઢ ઇચ્છાશક્તિને કારણે, કોરોના કાળમા પણ પ્રજાજનોનુ રક્ષણ કરીને સરકાર સાચા અર્થમા આત્મનિર્ભર બની છે તેમ જણાવ્યુ હતુ.નાનામા નાની ચીજવસ્તુઓની આયાત કરતો દેશ આજે નિકાસ કરીને દુનિયાભરમા મેઇક ઇન ઇન્ડિયા, મેઇડ ઇન ઇન્ડિયાનો ડંકો વગાડી રહ્યો છે તેમ જણાવ્યુ હતુ. વાંસમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓની સાચી સમજ મેળવવા માટે ડેડીયાપાડાની મુલાકાત લેવી રહી તેમ જણાવતા મંત્રીશ્રીએ વાંસની ઉપલબ્ધતા બાબતે પણ વડાપ્રધાનશ્રીએ દુરંદેશીપૂર્ણ નિર્ણય લીધો છે તેમ જણાવ્યુ હતુ.નવા ભારતના નિર્માણની દિશામા કાર્ય કરતા વડાપ્રધાનશ્રીની દુરંદેશીનો ખ્યાલ આપતા મંત્રીશ્રીએ, બદલાતા ભારતની તસવીરનો ચિતાર રજુ કર્યો હતો. યોજનાકીય લાભો DBT થી સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામા જમા કરવાની નવતર પહેલ કરીને સરકાર, પારદર્શિતા સાથે પ્રજાહિતના કાર્ય કરી રહી છે ત્યારે સૌના સાથ, સૌના વિકાસની દિશામા સૌને આગળ વધવાની હિમાયત કરી હતી.ચૂંટણી ટાણે જ ડેમનો સુર આલાપતા કેટલાક લોકો પ્રજાજનોને ગેરમાર્ગે દોરીને, પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે તેમ પણ તેમણે આ વેળા જણાવ્યુ હતુ. પાણીની મુશ્કેલી સામે ઝઝૂમી રહેલા ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા પાણીના અભાવે શૌચાલય અને પશુપાલન જેવા અનેકવિધ કાર્યો ખોરંભે પડી રહ્યા છે ત્યારે, વરસાદી પાણીને વહી જતુ રોકીને અહીંની પાણીની જરૂરિયાત સંતોષી શકાય તેમ છે તેમ તેમણે ઉમેર્યું હતુ.મંત્રીશ્રીએ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે દીકરીઓને પુખ્ત ઉંમરે જ પરણાવવાની હાંકલ કરી હતી. કુપોષણને દેશવટો આપવા માટે, તંદુરસ્ત સમાજ નિર્માણ માટે પ્રજાજનોને જાગૃતિ સાથે પોષણ અભિયાનનો લાભ લેવાની પણ તેમણે હિમાયત કરી હતી. પ્રજા કલ્યાણની વિવિધ યોજનાઓ બાબતે સજાગતા સાથે લાભાંવિત થવાની હિંસાયત કરતા મંત્રીશ્રીએ, PM કિસાન યોજનાનો ૧૧મો હપ્તો આજે દેશના ખેડૂતોના ખાતામા જમા થઈ રહ્યો છે તેમ જણાવ્યુ હતુ.આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ના ભાગરૂપે દેશમા યોજાઈ રહેલા શ્રેણીબદ્ધ કાર્યક્રમોની રૂપરેખા આપતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, કેન્દ્ર સરકારના કાર્યકાળના આઠ વર્ષો દરમિયાન અદના આદમીઓ માટેના કાર્યો, યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો.સને ૨૦૪૭મા ભારત આઝાદીના સ્વર્ણિમ ઉત્સવની ઉજવણી કરશે, ત્યા સુધીનુ આયોજન, રોડમેપ તૈયાર કરનાર, દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની યોજનાઓનો લાભ, છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે, પદાધિકારીઓ સાથે પ્રશાસનિક અધિકારીઓ પણ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે જરૂરિયાતમંદ લાભાર્થી, પ્રજાજનોએ પણ વિવિધ યોજનાઓનો લાભ લઈને, ગરીબી રેખાથી ઉપર ઉઠી ખરા અર્થમા આત્મનિર્ભર બનવુ જોઈએ તેમ પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ.ગરીબ કલ્યાણ મેળા જેવા નવતર કાર્યક્રમોનો અમલ કરીને રાજ્ય સરકારે લાભાર્થીઓના હાથમા સીધા લાભો પહોંચાડવાનુ પુણ્યકાર્ય કર્યું છે તેમપાન તેમણે જણાવ્યુ હતુ.રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો વિસ્તૃત ખ્યાલ આપતા પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી, અન્ન વિતરણ, ઉજ્જ્વલા યોજના, મનરેગા, આવાસ, જેવા ક્ષેત્રે સાધેલી લક્ષસિદ્ધિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો. ડાંગને ગૌરવ અપાવતા ‘પ્રાકૃતિક ખેતી’ ના વ્યવસાયને સાચા અર્થમા સિદ્ધ કરવા માટે ડાંગની નદીઓનો બારેમાસી નદી તરીકે ઉપયોગ થઈ શકે તે માટે ઉકાઈ જળાશયમાંથી પાણીનુ વહન કરીને, ડાંગ પ્રદેશમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાની યોજના વિચારધીન છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.ભૂતકાળની ટેન્કર યુગની ચર્ચા કરતા પ્રમુખશ્રીએ દેશના વડાપ્રધાનશ્રીના નલ સે જલના સ્વપ્નને સાકાર કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યુ હતુ. શ્રી ગાવિતે સૌને સહિયારા પ્રયાસો કરીને, વંચિતોના વિકાસ માટે પ્રતિબદ્ધ બનવાની પણ હાંકલ કરી હતી.અંતરીયાળ વિસ્તારના પ્રજાજનોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવવા માટે વડાપ્રધાનશ્રીએ વિવિધ યોજનાઓ અમલી બનાવીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે. ત્યારે સેંકડો યોજનાઓના સથવારે પ્રજા કલ્યાણના માર્ગે આગળ વધતા વડાપ્રધાનશ્રીએ ખૂબ જ સંવેદના સાથે, ભારતીયજનોને અનોખુ ગૌરવ પ્રદાન કર્યું છે, તેમ ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ.શ્રી પટેલે સરકારે પીવાના પાણીની સુવિધા, ચોવીસ કલાક વીજળી, મફત અનાજ વિતરણ, કોરોના સામે પ્રજાજનોનુ રક્ષણ જેવા શ્રેણીબદ્ધ પગલાંઓ લઈને, પ્રજાજનોની આશા અને આકાંક્ષા પુરી કરી છે તેમ પણ ઉમેર્યું હતુ. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ કાર્યક્રમો, યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લેવાની પણ ધારાસભ્યશ્રીએ આ વેળા અપીલ કરી હતી. ધારાસભ્યશ્રીએ પાર-તાપી-નર્મદા લિંક પરિયોજના અંગે શ્વેતપત્રની માંગણી કરતા લોકો, પ્રજાજનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમ સ્પસ્ટપણે જણાવ્યુ હતુ.ઉકાઈ જળાશયનુ પાણી ડાંગ સુધી લાવીને નદીઓને પુનઃજીવિત કરવાની પણ ધારાસભ્યશ્રીએ પ્રજાજનો વતી પ્રભારી મંત્રીશ્રીને અપીલ કરી હતી.ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતેના ડાંગ દરબાર હોલમા આયોજિત ગરીબ કલ્યાણ સંમેલનના પ્રારંભે કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા કાર્યક્રમની રૂપરેખા આપી હતી.આહવાના જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમા આહવા, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા/તાલુકા પંચાયતથી વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે સહિતના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. વિપીન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, પ્રાયોજના વહીવટી શ્રી કે.જે.ભગોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા સહિતના પ્રશાસનિક અધિકારીઓ, લાભાર્થીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ગરીબ કલ્યાણ સંમેલનમા આહવા ખાતે ૭૦૦, અને વઘઇ ખાતે ૪૦૦ મળીને કુલ ૧૧૦૦ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો