Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જીલ્લાના દીઓદર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના,અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા પૂ.બ્રહ્મીલીન સંતશ્રી સદારામબાપૂની ૧૧પ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી નો કાર્યક્રમ તા.૧૪/૩/ર૦રર ના રોજ રાત્રે યોજાઈ ગયો.
આ પ્રસંગે યોજાયેલા સંતવાણી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન થતાં સૌએ વધાવી લીધેલ.મુખ્યમંત્રીએ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી પૂજ્ય સંતશ્રી સદારામબાપુની આરતી માં જોડાયેલ. બાદમાં ઠાકોર સમાજ દ્વારા પાઘડી બંધાવી મોમેન્ટો આપી મુખ્યમંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. બાદમાં દીઓદર તાલુકા ભાજપ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ફુલહાર પહેરાવી સન્માનીત કરેલ.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા, રજનીભાઈ પટેલ, દિનેશભાઈ અનાવાડીયા, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, બનાસબેંકના ચેરમેન અણદાભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પ્રભારી સુરેશભાઈ શાહ, નંદાજી ઠાકોર, જીલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, સહિત જીલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
દિયોદર ગ્ર્રામ પંચાયત સરપંચ ગીરીરાજસિંહ વાધેલા દ્વારા મુખ્યમંત્રીશ્રી નું સ્વાગત કરવામાં આવેલ. પધારેલા સૌને ગુજરાત પ્રદેશ ક્ષત્રીય સેનાના મંત્રી મુકેશજી કે.ઠાકોરે આવકારેલ. સુંદર આયોજન સહ રાજભા ગઢવી તેમજ જોગાજી ઠાકોરની કંપનીએ લોકોને સાહિત્યથી તરબોળ કરી પૂજ્ય બાપૂની સમગ્ર પંથકને વ્યસનમુક્તિ સંસ્કારોનું યોગ્ય સિંચન, શિક્ષણક્ષેત્રે પ્રગતિ અને તમામ સમાજોમાં સદભાવના, સમરસતા કાયમી જળવાય ની નેમને ઉજાગર કરેલ. સૌને ઉજાગર કરેલ.
મુખ્યમંત્રી એ જણાવેલ કે પૂજ્ય સંતશ્રી સદારામબાપુ એ તેમના ભજન – સત્સંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાયા છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268