દાહોદ પંથકમાં ઝાલોદ તાલુકા ની ગ્રામ પંચાયત 26 ગ્રામ પંચાયતો માં જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટદારો ની નિમણૂક કરવામાં આવી હતી. ઝાલોદ તાલુકામાં હાલમાં 105 ગ્રામ પંચાયત કાર્યરત છે. જેમાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણી મુદ્દત પૂર્ણ થતા ચુંટણી પંચના આદેશ અનુસાર હોવા છતાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી યોજવામાં આવી ન હતી. જેથી સરપંચોને પંચાયતના વહીવટ માંથી મુક્ત કરાયા હતા.અને તલાટી કમમંત્રીઓને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. સાથે સાથે વિભાજન વાળી 15 ગ્રામ પંચાયતોમાં પણ વહીવટદાર ને સમગ્ર વહીવટ આપવા માં આવ્યો હોવાનું પ્રાથમિક સુત્રો દ્વારા જાણવા મળેલ છે.૨૬ ગ્રામ પંચાયતના કામોમાં વિલંબ ન થાય અને વહીવટી આટી ઘુટી ને કારણે તે માટે ચૂંટણી ન યોજાઈ ત્યાં સુધી પંચાયતોમાં તલાટી કમ મંત્રીને વહીવટદાર તરીકે નિમાયા હતા. હાલમાં ઝાલોદ તાલુકા પંચાયતમાં પણ કાયમી ટીડીઓ ન મુકાતા અનેક કામો અટવાઈ ગયા છે. ત્યારે ગ્રામ પંચાયતની જેમ જિલ્લા કક્ષાએથી કાયમી ટીડીઓને ચાર્જ આપવામાં કાર્યવાહી કરાય તેવી પ્રજા ની લોકમાંગ પ્રબળ જોવા મળી રહી છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું