જુનાગઢ પીજીવીસીએલમાં ફરજ બજાવતા શૈલેષભાઈ મજેઠીયા ઉમર વર્ષ 55 અને તેમનાં પત્ની હિનાબહેન મજેઠીયા ઉમર વર્ષ 51 આ વર્ષે લદાખ ની બાઈક યાત્રા કરવા વિચાર કર્યો હતો પરંતુ બાદમાં આ દંપતીએ લદાખ ને બદલે ચારધામ યાત્રા કરવા નક્કી કર્યું હતું આ દંપતીની વય ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો જેવું સાહસ ખેડી ગત તારીખ પાંચ મહિના બુલેટ પર ચારધામની યાત્રાએ નીકળી ગયા હતા જુનાગઢ થી મોરબી સગાને ત્યાં રાત રોકાઈ શામળાજી થી ઉદયપુર થઈ તેવો તારીખ આઠના હરિદ્વાર પહોંચ્યા હતા ત્યાંથી ઋષિકેશ યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ પહોંચ્યા હતા વીજ કર્મચારી શૈલેષભાઈ મજેઠિયાએ જણાવ્યું હતું કે ક્યારેક રોજ દોઢસોથી બસ્સો તો ક્યારેક અઢીસો કિમી બાઇક ચલાવ્યું હતું જ્યાં જ્યાં ગયા ત્યાં કોઈ મુશ્કેલી થઈ નથી બુલેટ 20 દિવસમાં પાંચ હજાર કિમીનું અંતર કાપી ચારધામની યાત્રા પૂર્ણ કરી જૂનાગઢ પહોંચ્યા હતા કદાચ લોહાણા સમાજમાં બાઈક પર ચાર ધામ યાત્રા કરનારા પ્રથમ દંપતી હશે કે જેણે ૫૦ વર્ષથી વધુ હોવા છતાં યુવાનો પણ આવું સાહસ કરતાં અચકાય એવું સાહસ કર્યું અને કોઈ મુશ્કેલી વગર યાત્રા સંપન્ન કરી હતી
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ