જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો ગરવા ગિરનારની તપોભૂમિમાં આ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં ૫૦૦થી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા ભારત આઝાદી અને ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત 75 વર્ષ કે તેની ઉપરની ઉંમરના 151 જેટલા બ્રહ્મ વડીલોના સાલ અને પુષ્પ ગુરછ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે આઝાદીની લડાઇમાં ભાગ લેનાર પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે વિશિષ્ટ સેવા બદલ મેડલ મેળવનાર જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને પીએસઆઇ ચુડાસમાનું બ્રહ્મસમાજે સન્માન કર્યું હતું કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્ય મહિલા અગ્રણી જહાનવી બેન ઉપાધ્યાય શહેર પ્રમુખ સહિતનાઓ નું સન્માન કરાયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રમુખ છેલભાઈ જોશી જૂનાગઢ જિલ્લા પ્રમુખ કે ડી પંડ્યા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના પત્રકારત્વ ક્ષેત્રે કામ કરતા પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો