Shantishram News, Diyodar, Gujarat.
જૈનોની સંસ્થા જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો અમદાવાદ દ્વારા અમદાવાદ મધ્યે તા.ર૬ અને ર૭ માર્ચના રોજ સિંધુ ભવન રોડ ઉપર જેડ બેન્કવેટમાં એકિઝબીશન યોજાયેલ જેનો તા.ર૬ ના રોજ પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવેલ. આ પ્રસંગે તેમણે જણાવેલ કે ર૦ર૧-રર માં ૪૦૦ બિલીયન ડોલરની નિકાસ નિતીની સામે સમગ્ર દેશમાં ગુજરાત રપ ટકા લક્ષ્યાંક પૂર્ણ કરીને દેશમાં પ્રથમ સ્થાન આવ્યું તે આપણા માટે ગૌરવની વાત છે. દરેક વેપારી વર્ગ આત્મનિર્ભર બની વ્યવસાય કરતા નાગરીકો પોતાની સુઝ થકી વોકલ ફોર લોકલ મંત્રને સાકાર કરે રાષ્ટ્રની ચોક્કસ વધુ પ્રગતિ થશે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન તથા એપેક્ષના ચેરમેન ગણપતભાઈ ચૌધરી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ સૌને જીતો અમદાવાદના ચેરમેન ચેતનભાઈ શાહ, સેક્રેટરી આશીષ શાહ આદિએ આવકારેલ આ ટ્રેડ ફેરમાં ૪૦ થી વધુ સ્ટોલ મહિલા આંત્રપ્રેન્ચોર ના હતા. તેમજ ૮ સ્ટાર્ટઅપે ભાગ લીધો હતો.
જીતોના આ એક્ઝિબિશન કોરોના બાદ સૌ પ્રથમ યોજાયેલ. જીતોના ચેરમેન ચેતનભાઈ શાહે જણાવેલ કે એએમસી. સાથે મળી આયોજન સૌના સહકાર થકી આગળ ધપાવશું.
જનરલ સેક્રેટરી આશીષ શાહે જણાવેલ કે જૈન પરિવારો દ્વારા કોરોના બાદ એકબીજાને મળે અને એકબીજામાં જૈનત્વની લાગણીઓ ઉભી થાય અને પરસ્પર સહયોગી બને તેવા આશય થી એક્ઝિબિશન નું આયોજન અમદાવાદ જીતોની ટીમ દ્વારા કરવામાં આવેલ. આથી જૈનો દ્વારા ઉત્પાદિત થતી નવી ચીજોની જાણકારી મળી રહે તેવો પ્રયાસ હતો. બંન્ને દિવસ વિશાળ સંખ્યામાં આ એક્ઝિબિશનની મુલાકાતે સૌ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ. ઉભા કરાયેલા ૨૦૦ જેટલા વિવિધ સ્ટોલોની મુલાકાત લીધેલ. સાંજે વિતરણ કરાયેલ કુપનનો ડ્રો યોજાયેલ.
Jito, Ahmedabad, Bazar, Exibitation
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268