જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાવણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ગામેગામવાવણીની મૌસમખિલી છે, કૃષિપાક લેવા સમયની કિંમત હોય છે ત્યારે સિહોર સાથે જિલ્લાના ખેડૂતોના અન્ય પ્રશ્રોમાં ઉમેરો કરતો ડીઝલની કૃત્રિમતંગીનો પ્રશ્ન સર્જાતા ભુમિપુત્રોની ઉપાધિ વધી છે. ડીઝલની પડતર ઉચી થતા નફો મળે તો જ વેચાણ વધારતી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ડીલર્સને શોર્ટ સપ્લાય કરાઈ રહ્યો છે. ડીલર્સો જણાવે છે કે આ અંગે કંપનીઓમાં ફરિયાદ કરીએ તો ઉપરથી સૂચના છે તેમ કહીને કોઈ કારણો અપાતા નથી. ભાવનગર સહિત એકબાજુ વિજળીના પ્રશ્નો બીજી બાજુ ઈંધણ મોંઘુ અને હવે ઉભી કરેલી અછત, ટ્રેક્ટર ચલાવવા જરૂરી છે ડીઝલ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે જેમાં ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની જરુરિયાત રહેતી હોય છે ટ્રેક્ટરમાં ઈંધણ પૂરાવવા લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે અને સમયની બરબાદી થાય છે જેની માઠી અસર ખેતીવાડીના કામપર થઈ રહી છે. એક તરફ, વિજળી દરો અને વિજથાંભલાના પ્રશ્નો, પાકવિમો, ખાતર બિયારણ મોંઘા, તેની ગુણવત્તાની ચકાસણી નહીં, કેનાલની બાકી મરમ્મત, ચેકડેમો જર્જરિત સહિતના પ્રશ્નો છે ત્યારે વાવણીમાં ડીઝલની કૃત્રિમ અછતના પ્રશ્નનો ઉમેરો થયો છે.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ