સપ્તાહના ચોથા દિવસે વિવિધ કાર્યક્રમોની વણઝાર રહી.
સી. આર.પાટિલેનાં હસ્તે જામકંડોરણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર અને ગૌશાળામાં સ્વ. વીઠલભાઈ રાદડિયા ની પ્રતિમાનું અનાવરણ કરાયું
જામકંડોરણા ગૌવલોક વાસી કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા પાંજરાપોળ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્યાતિભવ્ય સપ્તાહનું આયોજન કરાયું છે આ સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડિયા તેમજ રાદડીયા પરિવાર તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર મનસુખભાઈ સાવલિયા ડીકે સખિયા ચંદુભાઇ ચૌહાણ પરસોતમભાઈ ગજેરા રણછોડભાઈ રાદડિયા કરણસિંહ જાડેજા વગેરે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ જામકંડોરણા ખોડલધામ સમિતીના ભાઇઓ તેમજ જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિ ના બહેનો તેમજ ગ્રામજનો તેમજ આસપાસ ના જામકંડોરણા તાલુકાના પણ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.
સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા દ્વારા આસપાસના ગામોમાંથી આવાવા જવાની દરેક સમાજના લોકો માટે દરેક વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ જામકંડોરણાના કિસાન પોર્ટ તેમજ ભાદરા ના નાકા પાસે નગરના દરવાજા પાસે કન્યા છાત્રાલય સામે આ જગ્યાઓ પર દરરોજના શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવા જવા માટે વાહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બહારગામથી આવેલા દરેક સમાજના લોકો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે
દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રી કપિલ જન્મ, નૃસિંહ જન્મ પ્રાગ્ટ્ય, વામન પ્રાગ્ટ્ય, શ્રી રામ પ્રાગ્ટ્ય, નંદ મહોત્સવ, શ્રી ગિરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કથામાં વ્યાસાસને દેરડીકુંભાજી વાળા ભગવતાચાર્ય શ્રી મુકુંજદજી મહારાજ બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે.
જામકંડોરણા ખાતે આ ચાલી રહેલ સપ્તાહમાં સીઆર પાટિલનું આગમન
જામકંડોરણા નાં ધારાસભ્ય જયેશ રાદડીયાનાં પિતાશ્રી અને પૂર્વ સાંસદ સ્વ. વીઠલભાઈ રાદડિયાનાં સમયગાળા દરમિયાન સાથીદાર જેમની સાથે અનેક રાજકીય સંભારણા વિતાવ્યા હતા એવા હાલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હસ્તે જામકંડોરણા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ વિધિ તેમજ ગૌ શાળામાં પ્રસ્થાપિત સ્વ. વિઠલભાઈ રાદડીયા ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું
ચાલી રહેલ સપ્તાહમાં લોકાર્પણ વિધિમાં પ્રદેશ પ્રમુખે સ્વ. વિઠલભાઈ રાદડિયા ના સ્મરણો વાગોળ્યા હતા તેમજ નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓમાં મુખ્ય દીકરી માટેની સુકન્યા યોજનાની આપી માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત દીકરી માટે થાપણ મૂકવામાં આવે તો દીકરી માટે આગામી સમયમાં તકલીફના વેઠવી પડે તેવી માહિતી આપી તમામ શ્રોતાઓને માહિતગાર કર્યા હતા તેમજસુકન્યા યોજના અંતર્ગત દીકરીઓ માટે સી આર પાટીલે જયેશ રાદડીયાને જેતપુર જામકંડોરણા મત વિસ્તારમાં એક વર્ષ સુધી ગરીબ દીકરીઓને પૈસા ભરી પ્રોત્સાહિત કરો તેવી સલાહ પણ આપી હતી
ઉલેખનિય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે જસદણના આટકોટ ખાતે આવી રહ્યા હોઈ જેમની આગમનની વ્યવસ્થામાં થી પણ સમય કાઢીને સી આર પાટીલ જામકંડોરણા ખાતે પાંજરાપોળ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા અને હાજરી આપી હતી
આ તકે અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ,રાજકોટ ડેરી ચેરમેન ગોરધન ધામેલીયા રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા પૂર્વ ડેરી ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા.ડી કે સખીયા સહીત ના નેતાઓની ઉપસ્થિતી રહી હતી