નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ પ્રમાણે જાણવા મળેલ કુપોષિત દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા મિશન સુપોષિત શિશુ અંતર્ગત આરોગ્ય સ્ટાફને તાલીમ આપી કામગીરી હાથ ધરાઈ
માન.કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને ડીડીઓશ્રી દિનેશ રમેશ ગુરવ સાહેબ તરફથી મળેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી આરોગ્ય વિભાગની તમામ સુપરવાઈઝર કેડર દ્વારા કુપોષિત બાળકોને દત્તક લઈ સુપોષિત કરવા માટેના મિશનની શરૂઆત કરાઈ.
આ મિશનની શરૂઆત ભાવનગર વિભાગીય નાયબ નિયામક ડૉ.ફેન્સી સાહેબના મોટિવેશન હેઠળ જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ અને RCHO ડૉ.કાપડિયા સાહેબ દ્વારા કરી અમરેલી જીલ્લામા મિશન સુપોષિત શિશુ અંતર્ગત કુપોષિત બાળકોનો દર ઘટાડવા માટે એક સારો પ્રયાસ હાથ ધરાયો છે જેમા સુપરવાઈઝરશ્રીઓ દ્વારા દત્તક લીધેલ બાળકોની માતાને લેચીગ અને ક્રોસ કેડલ ફિડિગ પદ્ધતિ શીખવવામા આવશે.
આ પદ્ધતિની સમજણ માતાને બાળકના જન્મ પહેલા જ આપવામા આવશે જેથી બાળકના જન્મ થયે તેનું તુરંત અનુકરણ કરી શકાય તેમજ સમયાંતરે સુપરવાઈઝર દ્વારા વિઝીટ કરવામા આવશે
જન્મના પ્રથમ કલાકમા માતાનું ધાવણ આપી ૬ મહિના સુધી ફક્ત માતાનુજ દૂધ આપવા અને માતા બાળકને જો ક્રોસ કેડલ પદ્ધતિથી ધવડાવે તો બાળકને ટીપે ટીપે નહિ પરંતુ ઘૂંટડે ઘૂંટડે દૂધ પીવા મળે અને પોષણ મળવાની સાથે કુપોષણ અટકાવી બાળમરણનો દર ઘટાડવામા પણ સફળતા મળે.
મોટા ભાગે નોર્મલ બાળકનું વજન જન્મના વજનથી ૬ મહિને ડબલ અને ૧ વર્ષે ત્રણ ગણુ થાય છે પરંતુ આ પદ્ધતિ દ્વારા ૨-૩ મહિનામા બાળકનું વજન ડબલ અને ૬ મહિનામાં ત્રણ ગણુ થઈ જશે જેથી બાળકને શરૂઆતથીજ કુપોષિત થતુ અટકાવી આઈ.ક્યુ લેવલ વધારી શકાશે અને આવનારી પેઢી આરોગ્યની દ્રષ્ટિએ સુખી થશે.
મિશન સુપોષિત શિશુનુ મોનિટરીગ અને રિપોર્ટિંગ ડૉ.આર.કે.જાટ અને ડૉ.હેતલબેન કુબાવત દ્વારા કરી કામગીરીને સફળ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરેલ છે તેમજ રાજુલા સહિત અન્ય તાલુકામા પણ આ પદ્ધતિની શરૂઆત કરી દીધેલ હોવાનુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.