કોરોનાને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ ધોરણ 12 અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ 12મા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવી જરૂરી છે જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની એકમ કસોટી,એસાઈમેન્ટ,પ્રોજેક્ટ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પરિણામ આપવા માટે રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ કરી રહ્યા છે.
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવી ફરજિયાત છે. જે પરિસ્થિતિ સુધરતા ઓનલાઈન કે ઓફલાઈન લેવી જોઈએ. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં માસ પ્રમોશનની જગ્યાએ અન્ય વિકલ્પથી પરિણામ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
ધોરણઃ 12 સામાન્ય પ્રવાહમાં માસ પ્રમોશન આપવાની રજૂઆત નથી. પરંતુ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન એકમ કસોટી, છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણના 40 ટકા , 40 ટકા ગુણ એસાઈમેન્ટ અને 20 ટકા વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાનની સતત સર્વગ્રાહી મૂલ્યાંકનને આધારે વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર થઇ શકે છે. શાળામાં પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ ગેરહાજર રહેનાર અને સારી રીતે અભ્યાસ ના કરનાર વિદ્યાર્થીઓને નાપાસ પણ જાહેર કરવા જોઈએ. કોરોનાના સંક્રમણની સામે પરીક્ષા લેવાની જગ્યાએ આ વિકલ્પથી પરિણામ જાહેર કરી શકાય છે.
વધુ વાંચો
જાણો ઓક્સિજનનાં કાળાં બજાર : ઓક્સિજનના બ્લેક માર્કેટિંગના આરોપી નવનીત કાલરાની દિલ્હીમાં ધરપકડ.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268