પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે જન્માષ્ટમી પણ નજીકમાં છે ત્યારે ભક્તો શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં તલ્લીન થવા માંડયા છે.
દ્વારકા એ માટે સૌની પહેલી પસંદ હોય છે , પરંતુ ભાલકા તીર્થને ઓછા લોકો યાદ કરે છે.
સોમનાથ મંદિરથી અંદાજે ૫ કિલોમીટર દૂર વેરાવળમાં ભાલકા તીર્થ આવેલું છે.
આ સ્થળનું હિંદુ ધર્મમાં ઘણું મહત્ત્વ રહેલું છે.
લોકકથાઓ પ્રમાણે કહેવાય છે કે આ મંદિરમાં શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો.
ભાલકા તીર્થને ભગવાન શ્રીકૃષ્ણના અંતિમ શ્વાસનું સાક્ષી માનવામાં આવે છે.
અહીં આવતા શ્રદ્ધાળુઓ જણાવે છે કે સાચા મનથી અહીં માંગવામાં આવતી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
અહીં આવેલો કોઈ ભક્ત ખાલી હાથે પરત જતો નથી , કેમ કે શ્રીકૃષ્ણના હોવાનો અનુભવ અહીં કાયમ થતો રહે છે.
તેનું સાક્ષી છે અહીં ઉભેલું પાંચ હજાર વર્ષ જૂનું પીપળાનું ઝાડ , જે કદી પણ સૂકાતું નથી.
લોકકથાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયાના ૩૬ વર્ષ પછી યાદવકુળ મદમાં આવી ગયું હતું અને અંદરોઅંદર જ લડવા માંડીને એકબીજાને ખતમ કરવા લાગ્યાં હતાં.
તે ઝઘડાથી કંટાળીને શ્રીકૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે સાત કિલોમીટર દૂર વેરાવળની આ જગ્યાએ આરામ કરવા માટે આવી ગયા હતા.
તેઓ ધ્યાનમગ્ન મુદ્રામાં સૂતા હતા. એ દરમિયાન ત્યાંથી થોડે દૂર જરા નામના ભીલને કશુંક ચળકતું નજરે ચડયું. તેને લાગ્યું કે તે કોઈ હરણની આંખ છે.
એ પછી તેણે તેના પર નિશાન તાકીને તીર છોડયું , જે સીધું શ્રીકૃષ્ણના જમણા પગમાં જઈને ઘુસી ગયું.
જ્યારે તેણે નજીક જઈને જોયું તો તે રડવા લાગ્યો , કેમ કે તેના બાણથી શ્રીકૃષ્ણ ઘાયલ થયા હતા.
જેને તેણે હરણની આંખ સમજી હતી તે શ્રીકૃષ્ણના જમણા પગનું પદમ હતું , જે ચમકી રહ્યું હતું.
જરાને રડતો જોઈને શ્રીકૃષ્ણે કહ્યું કે , તું ખોટો વિલાપ કરી રહ્યો છે , કેમ કે આ નિયતિ છે.
કહેવાય છે કે એ પછી ભગવાન શ્રીકૃષ્ણ ભાલકાથી થોડે દૂર આવેલી હિરણ નદીના કાંઠે પહોંચી ગયા હતા અને પછી ત્યાંથી જ પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા.
આજે પણ આ મંદિરમાં એ વૃક્ષ છે જેની છાયામાં બેસીને શ્રીકૃષ્ણ ધ્યાનમગ્ન મુદ્રામાં હતા અને ત્યાં જ તેમના પગની પાનીમાં તીર લાગ્યું હતું.
આજે ૫૦૦૦ વર્ષ પછી પણ એ વૃક્ષ લીલુંછમ છે. ઉપરાંત હિરણ નદી પાસે પણ ભગવાના પગલાં છે.
ભગવાન મહાદેવના બાર જ્યોર્તિિંલગ પૈકીનું પ્રથમ પ્રસિદ્ધ ર્જ્યોિતલીંગ સોમનાથની બાજુમાં આવેલું આ સ્થળ ખૂબ જ પવિત્ર ગણાય છે.
દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આ મંદિરે ભગવાનના દર્શન માટે આવે છે.
અર્જુને શ્રી બલરામજી અને ભગવાન કૃષ્ણના ર્પાિથવદેહના તેમજ યદુવંશી સ્ત્રીઓનાં અંતિમ સંસ્કાર હિરણ નદીના કાંઠે કર્યાં તે સ્થળ આજે દેહોત્સર્ગ તરીકે ઓળખાય છે.
યદુકુળનો સંહાર કર્યા બાદ ભગવાને પોતાના શ્રીઅંગને ભૂલોકમાં ન રાખતા નજિલોકમાં પધરાવ્યું હતું.
ભગવાન શ્રીકૃષ્ણની અંતિમ નજિધામ પ્રસ્થાનલીલા સાથે સંકળાયેલા ભાલકાતીર્થ દેહોત્સર્ગના પાવનકારી સ્થળ સાથે અહીં બલરામજીની ગુફા અને વલ્લભાચાર્યજી(મહાપ્રભુજી)ની ૬૫મી બેઠક તથા ગીતાના ૧૮ અધ્યાય અંકિત ગીતામંદિર અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના કારણે ભાલકાતીર્થ ભારતભરના કૃષ્ણભક્તો માટે ખૂબ મહત્વનું અને પાવનકારી યાત્રાધામ બનેલું છે.
કેવી રીતે પહોંચશો ?
ભાલકા તીર્થ જૂનાગઢથી રોડ દ્વારા ૮૨ કિમી , ભાવનગરથી ૨૭૦ કિમી અને પોરબંદરથી ૧૨૦ કિમી દૂર આવેલું છે.
અમદાવાદથી તે અંદાજે ૪૦૦ કિમી દૂર થાય છે.
સોમનાથ અહીંથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે જે ગુજરાત અને ભારતના તમામ મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
ભાલકા જવા માટે મોટા શહેરો પરથી કોઈ નિયમિત ફ્લાઈટ નથી.
નજીકનું વિમાનમથક દીવ છે જે ભાલકાથી ૬૩ કિમીના અંતરે છે.
આ સિવાય સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદર છે જે અહીંથી ૧૨૦ કિમી દૂર આવેલું છે.
આ સિવાય સૌથી મોટું રાજકોટ એરપોર્ટ અહીંથી અંદાજે ૨૦૦ કિમી દૂર થાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268