ગુજરાત તરફ ‘તાઉ-તે’ વાવાઝોડાનો ખતરો આગળ વધી રહ્યો છે. મુંબઈ પહોંચેલું વાવાઝોડું રાત્રે ગુજરાતના પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતા રહેલી છે. હાલ મળતી માહિતી પ્રમાણે, વાવાઝોડાનો વ્યાપ 35 કિમી જેટલો છે, જે હાલ 16થી 20 કિમીની સ્પીડે આગળ વધી રહ્યું છે. એ દરમિયાન વાવાઝોડાને કારણે 165 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.
ગુજરાતભરમાં તાઉ-તે વાવાઝોડાના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 21 જિલ્લાના 84 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં હળવો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ એક ઈંચ જેટલો વરસાદ અમદાવાદના ધોળકામાં પડ્યો છે. આ સાથે એક ઈંચ જેટલો વરસાદ અન્ય 5 તાલુકામાં પણ નોંધાયો છે.
તાઉ-તે વાવાઝોડાના પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કરવામાં આવી છે.રાજયમા વરસાદી માહૌલનું વાતાવરણ વાવાઝોડાની અસર ને પરિણામે સર્જાયું છે. રાજયમાં 21 જિલ્લાના 84 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક સુધીમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છેલુણાવાડા તથા ખેડા માં 10 મિમિ ,ચોટીલા ,મોરવાહડફ,દાહોદ તથા સાણંદ માં 12 મિમિ ,કથલાલ 13 મિમિ ,સીંઘવાડ 16 મિમિ , મહેમદાબાદ તથા માતર 17 મિમિ ,પારડી તથા વઢવાણ 19 મિમિ,ખેરગામ અને કંવાટ 22 મિમિ ,તથા ઉમરપાડા,સાયલાઅને ધોળકા માં ક્રમશઃ 24,25 અને 27 મિમિ વરસાદ રહ્યો .