તૌક્તે વાવાઝોડા એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે.
અમદાવાદ જિલ્લામાં તૌક્તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6 થી 8 કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. જિલ્લા કલેકટરે આ સંદર્ભે નાગરિકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.
ત્યારે વાવાઝોડાની પગલે અમદાવાદમાં ગઇકાલથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તૌક્તે વાવાઝોડા ને લઇને અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પર ભર ઉનાળે ચોમાસાના વરસાદ પડતા બેટમાં ફેરવાયું છે. ખોખરાની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો હાટકેશ્વર સર્કલ પર કોરોનાના ટેસ્ટિંગ ડોમ પર હવામાં ફંગોળાઇ જતાં ધરાશાયી થઇ ગયા હતા. આજે સવારથી જ સતત પડી રહેલા વરસાદના લીધે પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી જાય છે. આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે.
વધુ વાંચો.
7 વર્ષ બાદ જશે ભારતીય ક્રિકેટ ટીમ આ દેશના પ્રવાસે, છેલ્લે 2015માં થયો હતો પ્રવાસ
આ વિદ્યાર્થીઓની સ્કૂલ ફી થશે માફ, છત્તીસગઢમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268