રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ RMCના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ 5 મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
Trending
- UPમાં કારમી હાર બાદ માયાવતીની મોટી જાહેરાત, કહ્યું- BSP પેટાચૂંટણી નહીં લડે
- UPની રાજકીય પીચમાં મોટો ફેરફાર! આ પાર્ટીએ માયાવતીનું ‘ટેન્શન’ વધાર્યું
- 12 વર્ષ પહેલા આવેલી દીપિકાની ફિલ્મની સિક્વલ આવશે, આ એક્ટર લીડ રોલમાં જોવા મળશે.
- યશસ્વીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, દુનિયાના માત્ર 2 બેટ્સમેનોએ જ કર્યું આવું કારનામું
- ઇઝરાયેલના હવાઈ હુમલાથી વ્યથિત લેબનોન, રાજધાની બેરૂત પર IDF દ્વારા ખતરનાક હુમલો
- મહારાષ્ટ્રમાં કારમી હાર વચ્ચે કોંગ્રેસને દક્ષિણમાં જીવાદોરી મળી, માર્યો જીતનો પંજો
- ઓનલાઈન ગેમીંગમાં ભારે નુકસાનથી કંટાળીને 20 વર્ષના છોકરાએ કરી આત્મહત્યા
- સેબીની કડકાઈ વચ્ચે આ SME IPOને મળી મંજૂરી, કંપની 10 વર્ષ જૂની