આમ તો શાળાનો વર્ગ ખંડ બાળકો માટે દેશનું ભાવિ હોઈ છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતો વિડિઓ વાઇરલ થયો છે આ વિડિઓ બોડેલી તાલુકાના પાણેજ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે હેતુ થી બાળકોને શાળામાં અભ્યાસ અર્થે તેઓના વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લામાં બાળકોને શિક્ષણ પુસ્તકના બદલે હાથમાં સાફ સફાઈ માટે ડોલ જોવા મળી છે છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ અનેક વખત શાળાઓમાં સાફ સફાઈના દ્રષ્યો સામે આવ્યા છે ત્યારે બોડેલી તાલુકની એક પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવતો વિડિઓ વાઇરલ થયો છે જેમાં બાળકો પાસે કચરાની ડોલ લઈ જઈ કચરો ઠાલવી રહ્યા છે અન્ય કામગીરી પણ કરતા બાળકો નજરે પડી રહ્યા છે ત્યારે આ વિડિઓને લઈ સવાલ ઘણા ઉભા થઇ રહ્યા છે શું સાફસફાઈ માટે કર્મી નથી ? શુ આ રીતે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધશે અને રીતે ભણશે ગુજરાત ? આ સમગ્ર કામગીરી શિક્ષકની હાજરી થઈ રહી છે આમ તો શિક્ષણ વિભાગ શિક્ષણને લઈ દાવો કરે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાની સ્થિતિ કઈ અલગ હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ વિડિઓ પાણેજ પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે અને આ વિડિઓ ગત શુક્રવારનો હોવાનું અનુમાન લાગી રહ્યું છે
Trending
- તહેવારોની સિઝનમાં આ પટિયાલા સૂટ પહેરો, દરેકની નજર તમારા પર રહેશે.
- કુંભ રાશિ પર શનિની સાડે સાતીની સતીની શું અસર થશે? અહીં જાણો
- બજાજ પ્લેટિના કે હોન્ડા શાઈન, કઈ બાઈક સારી માઈલેજ આપે છે?
- ચૂંટણી પરિણામો પછી EVM મશીનો ક્યાં જાય છે? તમે શું જાણો છો
- નવા વર્ષમાં મિથુન રાશિમાં આવશે મંગળ, તેના માટે કરો આ ઉપાયો
- OnePlusના આ 5G સ્માર્ટફોનની કિંમત ઘટી! જાણો ઓફરની વિગતો
- રસોઈ માટે આ 5 પ્રકારના કુકિંગ ઓઈલ છે બેસ્ટ, સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ.
- ડોક્ટરે ફૂટબોલર રોનાલ્ડોને મોકલી 42 લાખ રૂપિયાની નોટિસ, સારવાર કરાવ્યા બાદ ફી ન ભરવાનો આરોપ