ચોમાસુ આવી ગયુ છતાં રસ્તો ન બનતા ગ્રામજનોમાં રોષ ચોમાસામાં પાણી ભરાઇ જતાં થશે હેરાનગતિ સિહોરના પાંચ તલાવડાથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પહેલા મંજુર થયુ હતુ સિહોર તાલુકાના પાંચ તલાવડા ગામે ચોમાસું સાવ નજીક આવી ગયું હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ નક્કર કામગીરી ન કરાતાં ગ્રામજનોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે. સિહોર તાલુકાના છેવાડે આવેલ પાંચ તલાવડા ગામથી ઝાંઝમેર-વાવડી રોડનું કામ એક વર્ષ પૂર્વે મંજૂર થયો હતો. અને જે-તે સમયે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કામ પણ એજન્સીને સોંપાઇ ગયું હતું. કામના સમયગાળાનું બોર્ડ પણ બની ગયું. કામ પૂણ કરવાનાં સમયગાળો પણ પૂરો થવા આવ્યો. પરંતુ આ રોડનું કામ બાકી રહી ગયું. આ રસ્તા પર પથ્થરો બહાર ઘસી આવતા આ રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડો રહ્યો છે. 5 કિમીના આ રસ્તામાં ચોમાસામાં પાણી ભરાઇ જતાં આ વિસ્તારના રહીશો માટે અહીંથી પસાર થવું બેહદ કપરું બની ગયું છે. ચોમાસું તદન નજીક આવી ગયું છે. આ બાબતે તંત્રએ પાણી પહેલાં પાળ બાંધી હોત તો લોકોએ હાલાકી સહન કરવાની નોબત ન આવી હોત! આખરે આંદોલન એજ એક માત્ર ઉપાય છે પાંચ તલાવડા ગામથી વાયા ઝાંઝમેર વાવડી ગામને જોડતા માર્ગના નવીનીકરણ માટે કોઇ નક્કર કાર્યવાહી હાથ નહીં ધરાઇ તો આવનારા દિવસોમાં પાંચતલાવડાવાસીઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. ક બાલાભાઇ ડાંગર, સરપંચ, પાંચતલાવડા ગ્રામ પંચાયત.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું