Shantishram News, Diyodar, Gujarat.
જૈનોની ચૈત્રમાસની આયંબીલ ઓળીનો પ્રારંભ ચૈત્ર સુદ-સાતમ તા.૮ એપ્રિલ ગુરૂવારના રોજ થનાર છે. વિશ્વભરના વિવિધ સંઘોમાં ઓળીનો પ્રારંભ થશે. ઓળીની પૂર્ણાહુતી ચૈત્રસુદ-પુનમ તા.૧૬– એપ્રિલ ના રોજ થશે. દરમ્યાન ચૈત્રસુદ-તેરસ તા.૧૪ એપ્રિલ ના રોજ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી થશે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર માસ તથા આસો માસમાં આવે છે.
આયંબિલ ઓળીના નવ દિવસ દરમ્યાન નવપદ એટલે કે નવકાર મંત્ર ના પાંચ તથા જ્ઞાન, દર્શન ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરવાની હોય છે. આયંબિલ તપનું મહત્વ બતાવતા અનેક પ્રેરક દષ્ટાંતો આવે છે. જેમાં શ્રીપાલ રાજા તથા મયણા સુંદરીનું દષ્ટાંત પ્રચલીત છે. આયંબીલ તપની આરાધના કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે. તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે. તામલી તાપસ અને સુંદરીએ દીર્ઘકાલીન સમય સુધી તપની આરાધના કરેલી.
પ્રોફેસર જોસેફ હેરેલ્ડ જણાવે છે કે પેટના મોટાભાગના દર્દોમાં ભુખ્યા રહેવું શ્રેષ્ઠ છે. ર્ડા. શોલ્ટન કહે છે કે સૃષ્ટીના જીવોમાં માત્ર મનુષ્ય એવું પ્રાણી છે જે બીમારીમાં પણ ખા ખા કરે છે. જ્યારે પશુ પંખીઓ પ્રાણીઓ બિમાર પડે ત્યારે સૌ પ્રથમ ખાવાનું છોડી દે છે. મિસ શર્માએ ખુબ સરસ વાત કરી છે. એક અબજ લોકો જગતમાં ભુખ્યા સુએ છે. અને સવા અબજ લોકો વગર ભુખે ખા ખા કરે છે. સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતું હોય તો તે શ્રેષ્ઠ છે. પરંતુ કોઈ કારણસર નવ દિવસ ન થઈ શકે તો છુટક છુટક પણ આયંબીલ તપની આરાધના કરી શકાય. જેથી તપના સંસ્કાર આવે છે.
જૈન શાસનના પરમ રહસ્ય સ્વરૂપ નવપદની આરાધના ખૂબ મહત્વ વાળી ગણાય છે.
- મણીનગર જૈન સંઘ, અમદાવાદના આંગણે પુજ્ય ભક્તિ સૂરી સમુદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી શાન્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાની પાવન નિશ્રામાં ચૈત્ર માસની ઓળી આરાધના યોજાશે.
- શ્રી લબ્ધિધામતીર્થ ધાકડીના આંગણે પૂજ્ય લબ્ધિ ગુરૂ કૃપા પાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પાવન નિશ્રામાં ચૈત્ર માસની ઓળી આરાધના યોજાશે. તા.૭ એપ્રિલના રોજ અત્તરવાયણા થશે. તા.૮ ઓળી પ્રારંભ તેમજ તા.૧૭ ના રોજ પારણાં યોજાશે. ઓળીનો લાભ સમી નિવાસી પરમ શ્રાવિકા કુસુમબેન હિરાલાલ શાહ પરિવારે લીધેલ.
- શ્રી ગૌતમસ્વામી જૈન સંઘ અમદાવાદ-વાસણા મધ્યે પૂજ્ય આચાર્યશ્રી કલ્પેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચૈત્ર માસની ઓળી આરાધના થનાર છે. જેનો લાભ થરા નિવાસી ધાણધારા કોકીલાબેન અજીતભાઈ જયંતિભાઈ પરિવારે લીધેલ છે.
- શ્રી સોલા રોડ જૈન સંઘ, અમદાવાદના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી કલ્પજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આજીવન ચરણો પાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની નિશ્રામાં ચૈત્ર માસની ઓળી ની આરાધના યોજાશે.
- કપડવંજ મધ્યે પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી સાગરચંદ્ર સાગર સૂરી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ચૈત્ર માસની ઓળી આરાધના મહેતા ભરતભાઈ શશીકાંતભાઈ પરિવાર દ્વારા થનાર છે.
- શંખેશ્વર મહાતીર્થ મધ્યે શ્રી શ્રૃતમંદિર પરિસરમાં પૂજ્ય આચાર્યશ્રી પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્ય યુગચન્દ્રસૂરીજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ચૈત્ર માસ ની ઓળી આરાધના યોજાશે.
- શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યશ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના પ્રથમ શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય શ્રી લલિતપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા ની નિશ્રામાં ચૈત્ર માસની ઓળી ની આરાધના યોજાશે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268