ભૂપેન્દ્ર પટેલ સરકારને એક વર્ષ જેટલો સમયગાળો નથી થયો ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે. ત્યારે નવા મંત્રીમંડળની સરકાર માટે આ ચૂંટણી પણ મહત્વની પૂરવાર થઈ શકે છે.
ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીનો પણ આવતી કાલથી બે દિવસનો દિલ્હી પ્રવાસ યોજવામાં આવી રહ્યો છે. જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં બેઠક મળવા જઈ રહી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. ચૂંટણી લક્ષી ઔપચારીક ચર્ચા આ દરમિયાન થઈ શકે છે. ખાસ કરીને આ બેઠકની અંદર અમિત શાહની પણ ઉપસ્થિતિ રહેશે. ગુજરાતના સીએમ ઉપરાંત દેશના અન્ય ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ
આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક ઉપરાંત બીજા દિવસે નવા રાષ્ટ્રપતિનો શપથવિધીનો સમારોહ પણ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે તેમાં મુખ્યમંત્રી હાજરી આપશે. આ દરમિયાન વડાપ્રધાન સાથે પણ તેમની મુલાકાત યોજાઈ શકે છે. આ બેઠકમાં વડાપ્રધાન પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી શકે છે. આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારની અત્યાર સુધીની કામગિરીને લઈને પણ પ્રેઝન્ટેશન થઈ શકે છે આ ઉપરાંત ચૂંટણી લક્ષી તમામ મુદ્દાઓ પણ મહત્વના ચર્ચાઈ શકે છે.