Shantishram News, Diyodar, Gujarat.
દિયોદર તાલુકાના ચિભડા ગામે પ્રાથમિક શાળા માં અભ્યાસ કરી રહેલા બાળકોમાં સ્વચ્છતા ના ગુણ વિકસે તેમજ આરોગ્ય ક્ષેત્ર સજાગતા કેળવાય તે હેતુથી ચીભડા પગાર કેન્દ્ર શાળા માં સેનેટરી નેપકીન વેન્ડીગ મશીનનો શુભારંભ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ના હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરસિંહ ભાઈ દેસાઇ, બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય ભાઈ પરમાર, દિયોદર તાલુકા શિક્ષણ અધિકારી હસુમતિબેન પરમાર આદિ ઉપસ્થિત રહેલ.
સૌએ નેપકીન વેન્ડીગ મશીન નું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી શ્રી એ જણાવ્યું કે શાળામા બાલિકાઓ, તેમજ ગામ ની બહેન દિકરીઓ, મહિલાઓ માટે શાળા મા સેનિટરી નેપકીન ઉપયોગી નિવડશે.
ગુજરાતમા આ પ્રોજેકટ સૌ પ્રથમ શરૂ કરવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
ચીભડા પે. શાળા પરિવાર ને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.. આજે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી અને જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન આદિની ઉપસ્થિત મા દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકો ને ઉચ્ચતર પગાર ધોરણમાં વધારોનું હુકમો શિક્ષકો ને આપવામા આવેલ.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિક્ષણ મિતિના ચેરમેન નરસિંહ ભાઈ દેસાઈ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું કે તાલુકાના ચીભડા,રવેલ, દીઓદર શાળા નં.2 અને દીઓદર શાળા નં.3, જાડા પ્રાથમિક શાળાઓમાં દાતાઓ ને વિનંતી કરતાં પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં સફળતા મળી છે.
સેનેટરી નેપકીન વેડિંગ મશીનો લગાવવામાં આવ્યા છે. આ મશીનો માં ટોકન નાખવા થી પેડ નીકળે જેનો દિકરીઓ દ્વારા ઉપયોગ પછી તેના ભઠ્ઠી વાળા મશીન માં નાખવા થી નાશ પણ થઈ જાય.જે બાળકીઓ માટે આશીર્વાદ રૂપ નિવડશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈએ જીલ્લા વિકાસ અધિકારીશ્રી ને થયેલ કામનું નિદર્શન કરાવેલ તેમજ આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જણાવેલ
આ પ્રસંગે ચીભડા સરપંચ પૃથ્વીરાજસિંહ વાઘેલા , ચીભડા પ્રાથમિક શાળાના આચાર્ય દાનાભાઇ પઢાર,
બી.આર.સી. મહેંદ્રભાઇ ખત્રી, દિયોદર તાલુકા શિક્ષણ મંડળીના ચેરમેન ભદ્રસિંહ રાઠોડ,
દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી કરસનભાઈ પઢાર, એસ એમ સી. સભ્યો,
દિયોદર તાલુકાના શિક્ષક સંગઠનના હોદ્દેદારો સાથે શિક્ષકો ગણ અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Diyodar Taluka Chibhada Prathmik School, Swapnil Khare, Narsinhbhai Desai,Banaskantha District Development Officer,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268