દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી એ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે ટેકનોલોજીની સાથે સાથે નવો અભિગમ અપનાવ્યો હતો જેનાથી પંથકની જનતાને સમય ઉપર કામગીરીને લઇને અને જનતાની કોઈપણ ફરીયાદ ને લઈને
માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબર ની પહેલ કરી છે. સામાન્ય નાગરિકો ને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ કરાયો છે.
આ નંબર ઉપર સામાન્ય નાગરિકો વોટ્સઅપ મેસેજ દ્વારા તેમની રાવ નાખી શકશે. જેના પર તાત્કાલિક પગલા લઇને ફરિયાદ નું નિવારણ કરાશે. આ નંબર ઉપર દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટીશ્રી તેમની ઓફિસમાં નિયમિત રીતે હાજર રહે છે કે કેમ? તમારું કામ તલાટી પાસે પેન્ડિંગ છે અને તેઓ જવાબ નથી આપતા ? આવી કોઈપણ તલાટીની સરકારી કામગીરી સંબંધિત ફરિયાદ/આવકના દાખલા/જાતિનો દાખલો વિગરે માટેની કોઈપણ રજુઆત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ ફરિયાદ નિવારણ નંબર ૯૧-૭૫૬૭૦૦૫૦૭૩ ઉપર વિગતો સાથેનો સંદેશ /વોટસએપ ઉપર કરી શકાશે.