હિંદવા સુરજ રાજપૂત કુલભૂષણની 482મી જયંતી પર મહાઆરતી, પુષ્પાંજલિ તથા ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ તા. 2ને ગુરૂવાર જેઠ સુદ-ત્રીજ ના શુભ દિવસે 482 મી જન્મ જયંતિ છે. રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા ની કુખે જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્ય, સમર્પણની મુરત રૂપ મહારાણાપ્રતાપસિંહજી ના જન્મ જૈઠ સુદ-3 વિક્રમ સંવત 1597 ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમી અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર બે મોટા યુધ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુધ્ધમાંદિવેરનું યુધ્ધ અને હલદીધાટીનું યુધ્ધ જગ પ્રસિધ્ધ છે. હલદીઘાટીનું યુધ્ધ અકબરની 80,000 સેના સામે આશરે મેવાડી સેના 20,000 સૈનીકો તથા સરદારોએ ભાગ લીધો હતો અને અકબરની સેનાને હરાવી હતી. આ મહા યુધ્ધમાંમુખ્ય સેના નાયકો ભીમસિંહજી ડોડીયા, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહજી પરમાર, રામશાહ તંવર, કુંવર શાલીવાહન તોમર, માનસિંહજી બિદા, કિષ્ણદાસજી ચુંડાવત, હકીમ ખાન સુરી, ચંદ્રસેન રાઠોડ સહિતના અનેકયુધ્ધ વિરોએ પોતાના બલીદાન આપીને ધર્મ તથા માતૃભુમીનું રૂૂણ ચુકવ્યુ હતું. મહારાપ્રતાપના સ્વામી પ્રેમી અશ્વ ચેતકનું બલીદાન પણ અવીસ્મરણીય છે. મહારાણા પ્રતાપના જીવનમાં એમના પરિવારજનો તથાએમના ધર્મપત્ની અજબદે પવાર નો ત્યાંગ સમર્પણ પ્રેરણાદાયી છે. આ હલ્દીઘાટીની યુધ્ધ ભુમીમાં સર્વે યોધ્ધાના બલીદાનથી એક વિશાળ જગ્યાએ લોહીનું તળાવ રકત તલાઇ બની ગયું હતું તે જગ્યા હાલમાં મોજુદ છે.યુધ્ધના વર્ષો બાદ પણ તે યુધ્ધ ભુમી હલદીઘાટીની માટી માંથી હાલ પણ હથીયારો, તલવારો વગેરે મળી આવે છે. આ હિંદના શુરવિર યોધ્ધા સિસોદીયા કુળ દિપક મહારાણા પ્રતાપસિંહજીની 482 મી જન્મ જયંતિ નિમીતે તારીખ : 2ને ગુરૂૂવાર ના સેજ સવારે 8 કલાકે. સોરઠીયાવાડી ચોક, મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મ જયંતિનું આયોજન કરેલ છે, જે માં સવારે મહા આરતી, પુષ્પાંજલી અને ભવ્ય શોર્યયાત્રા નું ભવ્યઆયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમ તથા સૌર્યયાત્રાના અધ્યક્ષ સ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્મ જયંતિના પવિત્રકાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને ભાવભર્યું આમંત્રણ છે. આ કાયક્રમનું આયોજન રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા થઇ રહયુ છે. તેનજશોર્યયાત્રાનું પ્રસ્થાન મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાળી ચોક)બૂકેવડાવાડી મેઇન રોડ – કેનાલ રોડ – જીલ્લા ગાર્ડન ચોક – રામનાથપરા મેઇન રોડ – રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત વાડીચોક ગરૂૂડ ચોક – કોઠારીયા નાકા – પેલેસ રોડ – ભુપેન્દ્ર રોડ – ઢેબર ચોક – ત્રિકોણ બાગ – લિંબડા ચોક – શ્રી પંચનાથ મહાદેવ મંદિરે શોર્યયાત્રા પૂર્ણ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચંદુભા પરમાર, હિતુભાડોડીયા, યુવરાજસિંહ રાજપૂત, ભાવસિંહ ઓરા, નિલેશસિંહ ડાભી, અનિલસિંહ પરમાર, કાનાજી ચૌહાણ, સહદેવસિંહ ડોડીયા, યુવરાજસિંહ ભાટ્ટી, સહદેવસિંહ હેરમા, રાકેશસિંહ રાઠોડ, કૌશલસિંહ ડોડીયા, યુવરાજસિંહડોડીયા, ચંદ્રસિંહ ડોડીયા, જયદિપસિંહ ભટ્ટી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું