ગુજરાત હાઈકોર્ટનું આજથી જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દેશની સર્વપ્રથમ હાઇકોર્ટ છે જ્યાં ચીફ જસ્ટિસની કોર્ટ સિવાય અન્ય કોર્ટની કાર્યવાહીનું પણ જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે.
તમે વિવધ કોર્ટનું લાઇવ ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર આપેલી લિંક પરથી જોઇ શકો છો. હાઈકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. ન્યાય પ્રક્રિયામાં સુધારો અને ન્યાય આપવાની દિશામાં ગુજરાત હાઈકોર્ટનું જીવંત પ્રસારણ સાથે જ ઓપન કોર્ટ તરફનું ઐતિહાસિક પગલું છે. તેમ ચીફ જસ્ટિસ એન.વી રમન્નાએ જણાવ્યું હતું.
અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે. ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર અપ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી હતી. વર્ષ 2018માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આધારે નિર્ણય લેવાયો હતો.
જેમાં 26 ઓક્ટોબર 2020થી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું. જે બાદ 17 જુલાઈએ સાંજે 5:30 વાગ્યે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્ના દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરવામાં આવ્યો છે.
https://www.youtube.com/channel/UCZoBFtdYPm8tBfGDzf4jsUg
ઉદ્ધાટન સમયે ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ જણાવ્યું હતું કે, લાઈવ સ્ટ્રિમિંગથી જજ પર દબાણ વધશે પરંતુ જનપ્રિય અભિપ્રાયથી લોકોને વિમુખ રાખવા જોઈએ. લાઈવ સ્ટ્રિમિંગની આ પહેલથી લોકોમાં જસ્ટિસની ટ્રાન્સપરન્સી રહેશે. લોકોમાં ન્યાય પ્રક્રિયાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે.ગુજરાત હાઈકોર્ટના આઈટી વિભાગના રજિસ્ટ્રાર અશોક ઉકરાણીએ જણાવ્યું હતું કે, 26 ઓક્ટોબર 2020થી ફર્સ્ટ કોર્ટ પ્રોસિડીગ ઓનલાઇન જોવા મળતું હતું. ઓપન કોર્ટ માટે 2018માં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલને 48 લાખ વ્યૂ મળ્યાં છે. ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસ અને અન્ય જસ્ટિસે અન્ય કોર્ટનુ પણ લાઈવ સ્ટ્રિમિગ કરવા નક્કી કર્યું છે. દેશમાં પ્રથમ ગુજરાત હાઇકોર્ટે આ શરૂ કર્યું છે. ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પર પણ લિંક મળશે. ફિઝિકલ કોર્ટ શરૂ થશે ત્યારે પણ લાઈવ સ્ટ્રિમિંગ ચાલુ રહેશે. નાગરિકો ઘરે બેઠા કોર્ટની તમામ કામગીરી, દલીલો, ચૂકાદા જોઈ- સાંભળી શકશે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વીડિયો કોન્ફરન્સથી થતી સુનાવણી દરમિયાન ઓપન કોર્ટ કન્સ્ટેપ્ટને લાગુ કરવામાં આવ્યો છે. જેથી જે વ્યક્તિને કેસની સુનાવણી જોવી હોય તે વીડિયો કોન્ફરન્સથી થતી કોર્ટની કાર્યવાહી લાઈવ યુટ્યુબ પર જોઈ શકશે. કોર્ટની વેબસાઈટ પર તેની લિંક મૂકવામાં આવી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268