ગુજરાત હવામાન વિભાગની આગાહી ને લઈને આગામી 5 દિવસમાં રાજ્ય નાવિસ્તારમાં વરસાદ આવવાની સભાવના આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ . હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે . હવામાન વિભાગના અનુસાર આજે અમદાવાદ સહિત આણંદ , વડોદરા , રાજકોટ , ભાવનગર અને અમરેલીમાં વરસશે વરસાદ . 10 જૂને અમદાવાદ , આણંદ , ખેડા , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ , દમણ અને દાદરા નગર હવેલીમાં વરસશે વરસાદ . તો સૌરાષ્ટ્રમાં સુરેંદ્રનગર , ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસશે વરસાદ 11 જૂને અમદાવાદ , આણંદ , ખેડા , ગાંધીનગર , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ અને દમણમાં વરસશે વરસાદ , જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર , અમરેલી , ગીર સોમનાથ , બોટાદ અને દીવમાં વરસાદ વરસશે . 12 જૂને સૌરાષ્ટ્રના ભાવનગર , અમરેલી , ગીર સોમનાથ , બોટાદ અને દીવમાં વરસાદ વરસશે , તો દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે . હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે , તો જ્યાં વરસાદ વરસવાનો છે ત્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઘટશે પ્રિમોનસૂન એક્ટિવિટીને લઈ હાલ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે , તો પ્રિ – મોનસૂનના આરંભે જ રાજ્યમાં આફત શરૂ થઈ ગઈ છે . વીજળી પડતા રાજ્યમાં ચાર લોકોના મોત નિપજ્યા છે . જેમાં લીંબડીના જાંબુ અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નિપજ્યા છે . જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે . તો આ તરફ ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા 11 વર્ષનો બાળક કેનાલમાં ગરકાય થયો હતો
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું