માહિતી બ્યુરો પાલનપુર, Shantishram News, Diyodar, Gujarat
આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે.
તેવી જ રીતે વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાતને ટી.બી. મુક્ત રાજ્ય બનાવવા આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે
ત્યારે રાજ્યના ટી. બી. ઓફિસરશ્રી ડૉ. એસ. કે. મકવાણાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમ્યાન
પાલનપુર સીવીલ હોસ્પીટલ અને બનાસ મેડીકલ કોલેજ, મોરીયાની મુલાકાત લઈ
સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી ટી.બી. નિર્મૂલન અંગે કરવાની થતી કાર્યવાહી અંગે
જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. એસ. કે. મકવાણા દ્વારા ટી. બી. ની દર્દીઓનો ફાસ્ટ ટ્રેકીંગ કરી
તેમનો વિગતવાર ડેટા મેળવવાની બાબત પર ખાસ ભાર મુકવા જરૂરી સુચનો કર્યા હતા.
શ્રી મકવાણાએ ટી.બી.ના દર્દીઓ શોધીને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોમાં સારવાર આપવા અને
તેમનું સત્વરે નિદાન કરવા અધિકારીઓને જણાવ્યું હતું.
તેમણે ટી.બી.ના કેસનું નોટીફીકેશન કરી અને તેમનો નિદાન કરવા જણાવ્યું હતું.
શ્રી મકવાણાએ આપણા રાજ્યને વર્ષ-૨૦૨૨ સુધીમાં ટી.બી. મુક્ત કરવા
તમામ પ્રયત્નો કરવા જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું.
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી
આ બેઠકમાં બનાસ મેડીકલ કોલેજના ડીન, તબીબી અધિક્ષકશ્રી,
જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી,
મેડીકલ કોલેજના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તથા ખાનગી ક્ષેત્રના તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.
Prime Minister Of India, Narendra Modi, TB Free India, Gujarat campain, Banaskantha
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268