ગુજરાતમાં કોરોના વાયરસ અનસ્ટોપેબલ થતો જાય છે. દિવસે ને દિવસે કેસોમાં ઘટાડાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના વાયરસના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 200થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયાના કોઈ સમાચાર નથી. કોરોનાની સારવાર બાદ વાયરસને હરાવી રાજ્યમાં 117 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 26 હજાર 940 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 1102 પહોંચી ગઈ છે, જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 14, જામનગરમાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચમાં 4, ગાંધીનગર જિલ્લામાં 8, વડોદરા ગ્રામ્ય 4, આણંદ 3, મહેસાણા 3, વલસાડ 3, અમદાવાદ ગ્રામ્ય 2, અમરેલી 2, કચ્છમાં 2, મોરબીમાં 2 કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.
Trending
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
- ડોનાલ્ડ ટ્રમ્પ કયા બાઇબલમાંથી શપથ લેશે? તેમની માતા સાથે પણ ખાસ છે સંબંધ
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા