કોરોનાની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસએ ગુજરાતમાં ભરડો લીધો છે. મ્યુકોરમાઇકોસિસના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસે કેર વર્તાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં દર બીજા કલાકે મ્યુકોરમાઈકોસિસથી 1 દર્દીનું મોત થયું છે.મ્યુકોરમાઇકોસિસથી છેલ્લા 72 કલાકમાં 35 લોકોના મૃત્યું થયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 4,978 દર્દીમાં નોંધાયા છે. જે પૈકી 231 લોકો મ્યુકોરમાઇકોસિસ સામે જંગ હાર્યા છે. કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કુલ 4026 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 721 દર્દીઓ જ સાજા થયા છે.ભારતમાં મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જોકે, કોરોનાના કુલ કેસના પ્રમાણમાં મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસ દર્દીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 5713 કેસ નોંધાયા છે. જેમાંથી 474 દર્દીઓનાં મૃત્યુ થયા છે, જ્યારે 3929 દર્દીઓ સારવાર હેઠળ અને 1310 દર્દીઓ સાજા થઈને ઘરે ગયાની માહિતી ઉપલબ્ધ થઈ છે.
ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત: