ગુજરાત રાજયમાં આજથી રાહતનાં નવા નિયમો લાગું થયા છે. જુના નિયમો તારીખ 26 જૂન સવારે 6 વાગ્યા સુધી લાગું હતા, આજથી નવા નિયમો લાગું પડી રહ્યાં છે. આ નિયમો અનુસાર હવેથી રાજયના 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જયારે રાજયના બાકીનાં 18 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ અમલી રહેશે. આ નિયમો અન્વયે હવેથી દુકાનો સહિત વ્યવસાયિક એકમો રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે.તો શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ રાત્રે 9 સુધી 60 % ક્ષમતા સાથે ચાલુ રહેશે. સાથે જ હોટલ દ્વારા હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, સુરત મનપા એ લીધો મોટો નિર્ણય:
18 શહેરોમાં સંચાલકો, માલિકો, સ્ટાફે 30 જૂન સુધી રસી લેવી ફરજિયાત રહેશે, સિનેમાઘરો – મલ્ટિપ્લેકસ – ઓડિટોરિયમ 50 %ક્ષમતા સાથે ચાલુ રહેશે. તથા, પાર્ક અને બાગબગીચા રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સાથે રાજયમાં પરિવહન સેવાઓ પણ ચાલું રહેશે. જેમાં GSRTCની બસોમાં 75 %ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. જયારે પુસ્તકાલયો એટલે કે વાંચનાલયોની ક્ષમતા મુદ્દે 60 %ને મંજૂરી અપાઇ છે.
રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા ધીરેધીરે લોકજીવન થાળે પડી રહ્યું છે. પરંતુ, આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેર પણ દસ્તક દેતી નજરે પડી રહી છે.ડેલ્ટા પ્લસ વરિએન્ટ નો ખતરો પણ વધી રહ્યો છે . ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે કોરોનાની ત્રીજી લહેર અંત્યત ઘાતક હોવાનું સંશોધનકારો અનુમાન લગાવી રહ્યા છે. જેથી લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અનિવાર્ય છે. નહિતર બીજી લહેરે જે રીતે કેર વર્તાવ્યો છે તેવા જ કેર સંભવિત ત્રીજી લહેરમાં જોવા મળી શકે છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268