અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને અમદાવાદ ગુજરાતનું વુહાન બની રહ્યું છે.
હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર તેમજ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.
તો બીજી બાજુ હવે શહેરીજનોમાં પણ કોરોનાનો ભારે ડર જોવા મળી રહ્યો છે.
વધતા જતા કોરોનાના સંક્ર્મણ વચ્ચે અમદાવાદ શહેરના ઘણાં રસ્તાઓ સુમસામ બની રહ્યાં છે.
ખાસ કરીને એસ.જી હાઇવે, વસ્ત્રાપુર, રાજપથ ક્લબ, સિંધુ ભવન સહિતના રસ્તાઓ સુમસામ બન્યા છે.
કામ સિવાય ઘરની બહાર ન નીકળવું જોઈએ અને ઘરમાં રહીને પોતાની જાતને અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખવા જોઈએ