ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ નવા કેસ સામે આવ્યા છે અને સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૮૫ એક્ટિવ કેસ છે અને ૫ દર્દી વેન્ટિલેટર પર છે. ૯ એપ્રિલ ૨૦૨૦ એટલે કે ૪૭૪ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૩૦૦થી નીચે આવ્યો છે.
છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહાનગ ગાંધીનગર-ભાવનગર-જુનાગઢ સહિત કુલ ૨૩ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. સુરતમાંથી સૌથી વધુ ૧૧, અમદાવાદ-વડોદરામાંથી ૪, રાજકોટ-જામનગર- મહેસાણા-પંચમહાલમાંથી ૨, અમરેલી-આણંદ-કચ્છમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૪,૭૭૪ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૬ છે.
ગુજરાતમાં ૧ લાખની વસતીએ સરેરાશ ૧૨૧૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૪૧૩ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે. છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૬૦૫૮૧ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે ૨.૫૨ કરોડ છે. રાજ્યમાં હાલ ૫૪૭૧ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268