ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટના કેસ નોંધાયા
Shantishram News, Diyodar, Gujarat,
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૬ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સતત પાંચમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૮, સુરતમાંથી ૭, વડોદરા-નર્મદામાંથી ૪,
રાજકોટ-જુનાગઢ-સુરેન્દ્રનગરમાંથી ૨, જામનગર-ભાવનગર-આણંદ-ગાંધીનગર-દાહોદ-ગીર સોમનાથ-સાબરકાંઠામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા.
આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૨૪,૬૪૪ છે
જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૭૬ છે.
રાજ્યમાં હાલ ૩૪૫ એક્ટિવ કેસ છે અને ૫ દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ તેના અલગ અલગ વેરિન્ટ સામે આવ્યા છે.
ડેલ્ટા, ડેલ્ટા+ બાદ હવે કપ્પા વેરિન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે.
હાલ ગુજરાતમાંથી મહેસાણા, તલોદ અને ગોધરામાંથી કપ્પા વેરિએન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે.
જણાવી દઇએ કે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુનાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં
જેમાંથી બે સેમ્પલમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ જોવા મળ્યો હતો.
અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો.
રાજ્યના તમામ જિલ્લામાં ૧૦૦થી ઓછા એક્ટિવ કેસ છે.
કોરોનાના નવા વેરિયેન્ટ અણધાર્યા હોવાથી ત્રીજી લહેર અચાનક ત્રાટકી આફત ઉભી ન કરે
તે માટે લોકો અને સરકાર બન્ને સાવધાન રહેવા અને તકેદારી રાખવા ગુજરાત હાઇકોર્ટે સૂચન કર્યું છે.
બીજી લહેર ઓસરી જતાં હાઇકોર્ટે એપ્રિલ મહિનામાં હાથ ધરેલી સુઓમોટો રિટનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નિકાલ કર્યો છે અને
સરકારને વિવિધ સૂચનો અને ભલામણો કરી છે. કોર્ટે સરકારની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને
એવી નોંધ પણ કરી છે કે સરકારે ઘણી કામગીરી કરી છે પરંતુ હજુ પણ ઘણી કામગીરીની જરૃર છે.
તેથી ત્રીજી લહેર ત્રાટકે તો તે ઓછામાં ઓછી વિપરિત અસર કરે તેની તકેદારી રાખવામાં આવે.
જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268